ETV Bharat / city

અમિત શાહ પહોંચ્યા ગુજરાત - કલોલ APMC ઓફિસ અને બે બ્રિજનું કરશે લોકાર્પણ - અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ કેટલાક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.

અમિત શાહ પહોંચ્યા ગુજરાત
અમિત શાહ પહોંચ્યા ગુજરાત
author img

By

Published : Jun 20, 2021, 9:50 PM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા ગુજરાત
  • સોમવારે વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
  • વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લે તેવી શક્યતા

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ ગુજરાત મુલાકાત દરમિયાન કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

બે ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમિત શાહ સોમવારે સવારે 10 કલાકે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમજ ખોરજ પાસે બનાવવામાં આવેલા ફ્લાયઓવર્સનું લોકાર્પણ કરશે. આ પ્લાયઓવર્સના કારણે એસ.જી. હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે.

કલોલ APMC ઓફિસનું કરશે ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે ફ્લાયઓવર્સનું લોકાર્પણ કર્યા બાદ 11 વાગ્યે કલોલ APMC ની નવનિર્મિત ઓફિસનું ઉદ્ધાટન પણ કરશે. આ સિવાય વેક્સિનેશન ડ્રાઈવમાં લોકોનો જુસ્સો વધારવા માટે તેઓ ગાંધીનગરના વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.