ETV Bharat / city

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની ટૂંકી મુલાકાતે - અમિત શાહ અમદાવાદ પ્રવાસે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉતરાયણ બાદ 2021માં બીજી વખત અમદાવાદ આવી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, તેમના જૂથનાં ગણાતા કાર્યકરોને ટિકિટ ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે. જેના ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે ભાજપના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, તેઓ પોતાના લોકસભા મત વિસ્તારનાં સંકલન માટે અમદાવાદ આવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની ટૂંકી મુલાકાતે

author img

By

Published : Feb 7, 2021, 12:53 PM IST

  • આજે રવિવારની સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે
  • ઉતરાયણ બાદ એક મહિનાની અંદર બીજી વખત અમદાવાદની મુલાકાત
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટીકીટ વહેંચણી મુદ્દે ડેમેજ કંટ્રોલ કરશે અમિત શાહ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 2021માં ઉત્તરાયણ બાદ બીજી વખત અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા તેમનું અમદાવાદ આવવું સૂચક છે. જાણકારો કહી રહ્યા છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાનો પણ સમાવેશ થાય છે. જેમાં તેમના જૂથના ગણાતા કાર્યકરોને ટિકિટ ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે, જેના ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે ભાજપના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, તેઓ પોતાના લોકસભાના મત વિસ્તારના સંકલન માટે અમદાવાદ આવી રહ્યા છે.

ગાંધીનગર લોકસભામાં AMCના 14 વોર્ડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકામાં ગાંધીનગર લોકસભા અંતર્ગત 05 વિધાનસભા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાંથી 14 વોર્ડનો સમાવેશ થાય છે. જેની 56 બેઠકો માટે 580 જેટલા ફોર્મ ભાજપમાંથી ઉમેદવારી માટે આવ્યા હતા. ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર થયા બાદ મોટા પાયે સાબરમતી અને ચાંદખેડા બોર્ડમાં અસંતોષ જોવા મળ્યો હતો. 500 જેટલા કાર્યકરોના રાજીનામાં પડ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે સતત બે દિવસ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપના અમદાવાદ શહેરના ચૂંટણી ઇન્ચાર્જ અને સિનિયર એવા આઈ.કે. જાડેજા તેમજ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કાર્યકરોને સમજાવવાની ફરજ પડી હતી.

ઉમેદવારોની પસંદગીમાં અમિત શાહનો મહત્વનો ભાગ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના રાજકારણથી ખુબ જ સારી રીતે પરિચિત છે. ગુજરાત તેમનું હોમ ટાઉન હોવાથી તેઓ લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈપણ વોર્ડ હોય, તેઓ નાનામાં-નાના કાર્યકરની પણ દરકાર રાખતા હોય છે. સારા-નરસા પ્રસંગે તેમને ફોન પણ કરતા હોય છે. તેઓ સતત પોતાના મતવિસ્તાર સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે. પોતાના લોકસભા ક્ષેત્રના તેમજ મહત્વના અન્ય વિધાનસભા ક્ષેત્રમાં આવતી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીમાં તેઓ જ નિર્ણય કરતા હોવાનું પમ જાણવા મળ્યુ છે.

આજથી 4 દિવસ માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ

મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી બાદ આજથી 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે ઉમેદવાર પસંદગી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસીય બેઠક ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નિવાસ સ્થાને યોજાઈ રહી છે. જેમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. ત્યારે અમિત શાહ દ્વારા તેમના જૂથના નારાજ લોકોને પંચાયતોમાં ટીકીટ અપાવાય તેવી શક્યતા છે.

અસદુદ્દીન ઓવૈસી અને મનીષ સીસોદીયા અમદાવાદમાં

AIMIM પાર્ટીના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ અમદાવાદના લઘુમતી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. ત્યારે અસદુદ્દીન પણ પોતાના ઉમેદવારોના પ્રચાર અર્થે અમદાવાદમાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો ગઈકાલે અમદાવાદમાં યોજાયેલ રોડ-શો હિટ રહ્યો હતો. જેના મહત્વને ખાળવા અમિત શાહ અમદાવાદ આવી રહ્યા હોય, તેવું પણ કેટલાક લોકોનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.