ETV Bharat / city

અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ : પ્રશાંત વાળા - Congress state president

રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક પર પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. જે કારણે ભાજપ કોંગ્રેસ દ્વારા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપ પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જેનો જવાબ આપતા પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું હતુ કે, અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ રહ્યા છે.

પ્રશાંત વાળા
પ્રશાંત વાળા
author img

By

Published : Oct 21, 2020, 9:13 PM IST

  • અમિત ચાવડાના આક્ષેપ પર ભાજપના વળતા પ્રહાર
  • કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીની જૂથબંધીના કારણે તૂટ્યા છે
  • અમિત ચાવડા કોગ્રેસના અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ છે

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર ધારાસભ્યોને લોભ લાલચ આપી તોડવાનો આક્ષેપ લગાવ્યો છે. જે બાદ પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ વડતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ક્યારેય બીજી પાર્ટીઓના નેતાઓને તોડવા માટે જતુ નથી. કોંગ્રેસ પાર્ટીની પોતાની નિષ્ફળતા અને જૂથબંધીના કારણે તેમના ધારાસભ્યો તેમનાથી છૂટા પડે છે.

  • અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ

ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ અમિત ચાવડા પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ તરીકે સદંતર નિષ્ફળ રહ્વા છે અને તેમના કાર્યકાળમાં 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસનુ વિભાજન એ કંઈ નવી બાબત નથી. કોંગ્રેસનુ અત્યાર સુધી 70 વખત વિભાજન થઈ ચૂક્યું છે.

અમિત ચાવડાના આક્ષેપ પર ભાજપના વળતા પ્રહાર
  • ભાજપ પર આક્ષેપો લગાવતા પ્રશાંત વાળાએ અમિત ચાવડાની કાઢી ઝાટકણી

કોંગ્રેસ અધ્યક્ષ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અમિત ચાવડા વારંવાર મીડિયા સામે ભાજપ પર આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસનુ તુટવુ અને ડૂબવુએ કઈ નવી ઘટના નથી, તેમ પ્રશાંત વાળા જણાવ્યું હતું.

રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક પર પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. જે કારણે ભાજપ કોંગ્રેસ દ્વારા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપ પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે, એટલે જ તો ગુજરાત પ્રવાસે આવતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.