અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સામાન્ય જનતા જો ટેક્સ બાકી હોય તો વસુલવામાં આવે છે. તે કરદાતા પર વ્યાજ પણ લેવામાં આવે છે. આ સાથે તેમની પ્રોપટીને સીલ કરવામાં આવે છે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ અમિર વ્યક્તિ ગણના થાય તેવા ગૌતમ અદાણી પાસેથી છેલ્લા ત્રણ વર્ષનો લગભગ 11.78 કરોડ જેટલો ટેક્સ બાકી નીકળતા કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા વિપક્ષ નેતા (Ahmedabad Corporation Opposition Leader) શહેઝાદ ખાન પઠાણ દ્વારા ભારે વિરોધ (AMC Opposition Leader protest against Adani)કરવામાં આવ્યો હતો.
ઇન્ટનેશનલ એરપોર્ટનો ટેક્સ બાકી અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના માનતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા અદાણી ગેસની વિવિધ જગ્યાનો છેલ્લા ત્રણ વર્ષથી 5 કરોડ 64 લાખ ટેક્સ બાકી છે. અદાણી હસ્તક ઇન્ટરનેશનલ એરપોર્ટનો 6.14 કરોડ જેટલો ટેક્સ બાકી (Protest against Adani for not collecting tax) હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી નથી. આથી સાબિત થાય છે કે ભાજપ સરકાર પ્રજાની સાથે નહીં પરંતુ ઉદ્યોગપતિની સાથે છે.
જનતા અને ઉદ્યોગપતિ માટે અલગ નિયમ? વધુમાં ઉમેર્યું હતું કે, જો સામાન્ય પ્રજાનો ટેક્સ માત્ર 5000 જેટલી રકમનો બાકી હોય તો તેમને નોટિસ પાઠવીને પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવે છે. તેમ છતાં જો ટેક્સ ભરવામાં ના આવે તો તેમની પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવે છે. કોર્પોરેશન સામાન્ય જનતા સાથે આવો વ્યવહાર કરતી હોય તો આવા દેશના નામાંકિત ઉદ્યોગપતિ સામે કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી.
લોન લેવા મજબૂર કોર્પોરેશન કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાની લોન લેવાની ફરજ ઊભી થઈ છે. પ્રોજેક્ટ માટે 350 કરોડ, શહેરની પ્રાથમિક સુવિધા માટે 350 કરોડ નાણાકીય ભારન કોન્ટ્રાક્ટર માટે 700 કરોડના બિલ બાકી છે. અને 350 કરોડના બિલો ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પાસેથી રો- વોટર અને અન્ય ખર્ચના 350 કરોડ લેવાના બાકી છે. મકોર્પોરેશનના પ્લોટોને વહેંચીને 400 કરોડનું ભંડોળ એકત્ર કરવાની વાત કરવામાં આવી રહી છે. 200 કરોડના ટેક્સેબલ ગ્રીન બોન્ડ બહાર પાડવાની જોગવાઈ પણ ફરજ ઊભી થાય છે. આ વસ્તુ પર લોન લેવાની થાય ત્યારે કોર્પોરેશનને વ્યાજ ભરવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે તો અદાણી પાસેથી 11.74 કરોડ જેટલી રકમનો ટેક્સ લેવાનો બાકી હોવા છતાં કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
બાકી નીકળતો ટેક્સ વસુલવામાં આવશે, મેયર અમદાવાદ કોર્પોરેશનના મેયર કીરીટ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાસેથી જેટલો પણ ટેક્સ લેવાનો બાકી છે. તે તેમના અધિકારો સાથે બેસીને ચર્ચા કરીને તેમને નોટિસ પાઠવવામાં આવશે. આગામી સમયમાં જે પણ ટેક્સ નીકળતો હશે. તે વસુલવામાં આવશે.