અમદાવાદ: AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7,000 અને પશ્ચિમ ઝોનમાં 4,600 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા પ્રગતિ એપાર્ટમેન્ટમાં સૌથી વધારે 6,000 રૂપિયાનું વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ સૌથી વધુ દંડ અને નોટિસ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં ફટકારવામાં આવ્યો છે.
![AMC એ મચ્છરના બ્રિડિંગ મળી આવતા કુલ 460 ઘરોને નોટિસ આપી 26,550 નો દંડ ફટકાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:03:04:1594740784_gj-ahd-29-checking-7207084_14072020204711_1407f_1594739831_928.jpg)
ચેક કરેલા યુનિટ્સમાં સાઇટમાં, લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.
![AMC એ મચ્છરના બ્રિડિંગ મળી આવતા કુલ 460 ઘરોને નોટિસ આપી 26,550 નો દંડ ફટકાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:03:02:1594740782_gj-ahd-29-checking-7207084_14072020204711_1407f_1594739831_18.jpg)