અમદાવાદ: મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝૂંબેશ હેઠળ સૌથી વધુ દંડ અને નોટિસ ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ફટકારવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 42 નોટિસ અને 90000 અને પશ્ચિમ ઝોનમાં 40 નોટિસ અને 91000 દંડ ફટકાર્યો છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટિરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચકાસણી હાથ ધરાઈ હતી. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
AMCએ મચ્છરના બ્રિડિંગ મળી આવતાં કુલ 177 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી 3,77,000 દંડ કર્યો - અમદાવાદ કોર્પોરેશન
મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ તપાસ કરી રહી છે. તેમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાથ ધરેલા અભિયાન હેઠળ સોમવાર અને મંગળવારે એમ બે દિવસમાં 348 કન્સ્ટ્રકશન સાઇટની તપાસ કરી આજે 177ને નોટિસ આપી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં એકપણ સાઇટને સીલ કરી નથી. તેઓ પાસેથી રૂ.3.77 લાખ દંડ વસૂલ્યો છે.