અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન આજ જનરલ બોર્ડ બેઠક (AMC General Board Meeting ) મળી હતી. જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની ગેરહાજરી ( Leader of the Opposition Shahzad Khan Pathan ) જોવા મળી હતી. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે આ બોર્ડમાં દરેક કામ વિશે વાત કરવામાં આવી અને જે કામ મંજૂર કરવામાં આવ્યા હતાં તેમાં દરેકની સંમતિ પણ મળી. તે માટે વિપક્ષનો પણ આભાર માન્યો હતો.સાથે સાથે વિપક્ષે જે માગણી અને કામોની ચર્ચા કરી તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને જે ટેકનીકલ ખામી હશે તેને જલદી દુર કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દા ચર્ચા (Ahmedabad Corporation Meeting 2022) કરવામાં આવી હતી.
આયુષ્યમાન કાર્ડ કઢાવવા હાલાકી પડી રહી છે
ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર જણાવ્યું હતું કે,ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર કોર્પોરેશન અંતર્ગત N Code મારફતે રાજ્યના નાગરિકોના આરોગ્યલક્ષી ખર્ચમાં સહાયભૂત થવા જે સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢવવાની કામગીરી ઓમ એન્જીનિયરિંગ અને આદિત્ય માઇક્રોસોસી કંપનીને સોંપવામાં આવેલી છે જેમાં અમદાવાદમાં અંદાજિત 35 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો અને સિવિક સેન્ટરો છે.જેમાં રોજના 1200થી 1300 લાભાર્થી આયુષ્યમાન કાર્ડ કાઢવતા આવતા હોય છે. પરંતુ કોમ્પ્યુટર ટેક્નિક કારણોથી લાભથી વંચિત રહી જાય છે. જે ટેકનીકલખામી જલ્દી દુર કરવાની માંગણી કરવામાં આવી હતી.
જાહેરમાર્ગ બનાવવામાં તંત્ર ઘોર બેદરકાર : ઇકબાલ કાસમ
ગોમતીવોર્ડના કાઉન્સલર ઇકબાલ શેખે જણાવ્યું કે લાલમિલ ચાર રસ્તાથી સિનેમા સુધી ડ્રેનેજ લાઈન નાખવાની આવી છે. આ લાઈન નાખવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેની ઉપર બનાવવામાં આવેલું રોડનું કામ પણ હલકી કક્ષાનું કામ સામે આવી રહ્યું છે ક્યાંક રોડ ઉપર તો ક્યાંક રોડ નીચો જોવા મળ્યો છે.જેના કારણે ભુવા પડવાની શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Congress proposals in the AMC budget : અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં કોંગ્રેસે પોતાની સુધારા દરખાસ્તો મૂકી
યલો ફીવર રસીની અછત
અમદાવાદ શહેરના લોકો દર મહિને વર્ક પરમીટ ટાથે અન્ય કામો માટે આફ્રિકા, લેટિન અમેરિકા,અને યુરોપ જતા હોય છે. જેના માટે યલો ફીવર સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ યલો ફિવેરના સર્ટિફિકેટ માટે કોર્પોરેશન દ્વારા 500 રૂપિયા લેવામાં આવે છે. આ યલો ફીવર ઇન્જેક્શન રશિયા આયાત કરી હિમાચલ પ્રદેશથી ગુજરાત અને અમદાવાદમાં લાવવામાં આવે છે. જેની હાલ અમદાવાદમાં અછત જોવા મળી રહી છે તે પણ દૂર કરવામાં આવે જેવી માંગણી બોર્ડમાં (AMC General Board Meeting ) મૂકવામાં આવી હતી.