અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગચાળા (Water Based Diseases) કારણે કોર્પોરેશનના આરોગ્ય શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓએ ખાણીપીણી બજારમાં સરપ્રાઈઝ (Food Raid in Ahmedabad) ચેકિંગ કર્યું હતું. જેમાંથી ખાવા લાયક ન હોય એવો ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત મોટી માત્રામાં પ્લાસ્ટિક બેગ અને બગડી ગયેલા ફ્રુટનો (Over Ripe Food) સ્થળ પર નાશ કરી દેવાયો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં 3 દિવસમાં પવન ફૂકાવાની સાથે વરસાદની વકી, વાદળછાયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી ગરમી
રોગચાળો વધતા તંત્ર એલર્ટ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી વધતા પાણીજન્ય રોગમાં વધારો થયો છે. અમદાવાદમાં બુધવારે (તારીખ.25.5.2022)ના રોજ વહેલી સવારે અચાનક સિવિલ હોસ્પિટલ પાસે આવેલી દુકાનમાં ચેકિંગ કરાયું હતું. જેમાં દુકાનોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે દુકાનમાં રહેલા ફ્રુટની પણ તપાસ કરવામાં આવી હતી. ખાસ તો જ્યુસ સેન્ટર પરથી તમામ ફ્રુટનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બગડી ગયેલા ફ્રુટ મળી આવતા તે દુકાનદારને દંડ કરાયો હતો. આ સાથે નોટિસ પણ ફટકારાઈ હતી.
આ પણ વાંચો: સુરતનું ડાયમંડ બૂર્સ હીરાથી નહીં પણ દિવડાથી ઝગમગી ઉઠશે, ક્યારે અને કેમ, જાણો કારણ
પ્લાસ્ટિક બેગ જપ્ત: રાજ્યમાં પ્લાસ્ટિકની બેગ વાપરવા અને ઉપયોગ માટે પ્રતિબંધ લાગુ કરાયો છે. તેમ છતાં આજ ચેકીંગ દરમિયાન મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બેગ અને તમાકુ મળી આવતા અધિકારીઓએ કાયદેસરના પગલાં લીધા હતા. પ્લાસ્ટિકની થેલી અને તમાકુંનો સ્ટોક હેલ્થ વિભાગના અધિકારીએ જપ્ત કર્યો છે.