અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021ની ચૂંટણીમાં (AMC Election 2021) કુબેરનગર વોર્ડની ચૂંટણી માટે આજે પુનઃમતગણતરી થઈ હતી. જોકે, મતગણતરી પછી પણ પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહતો. કારણ કે, આ વખતે પણ કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીની હાર થઈ છે. જ્યારે ભાજપના કાઉન્સિલર ગીતાબા રાઠોડનો (BJP councilor Gitaba Rathore) વિજય થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, મતગણતરીના તમામ રાઉન્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર કરતાં ખૂબ જ આગળ હતાં, પરંતુ છેવટે તો કૉંગ્રેસના ઉમેદવારે હારનો જ સામનો કરવો પડ્યો હતો.
કૉંગ્રેસ ઉમેદવાર ગયા હતા કોર્ટની શરણે - આપને જણાવી દઈએ કે, અગાઉ આ વોર્ડમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ હતી. જોકે, કૉંગ્રેસ ઉમેદવાર જગદીશ મોહનાણીથી (Kubernagar Ward Congress candidate Jagdish Mohnani) વિજેતાનું પ્રમાણપત્ર છીનવાઈ જતા તેઓ કોર્ટની શરણે ગયા હતા. ત્યારે કોર્ટે કુબેરનગર વોર્ડ માટે પુનઃ મતગણતરીના આદેશ (Court order for recount ) કર્યા હતા. ત્યારે આજે કુબેરનગર વોર્ડની મતગણતરી (Recount for Kubernagar ward) અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં (Ahmedabad LD College of Engineering) થઈ હતી.
આ પણ વાંચો- પાટિલ ભાઉ બોલે કંઈક ને ભાજપ કરે કંઈક, શું આ રીતે જીતી શકશે ભાજપ ચૂંટણી...
મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ - જોકે, આ મતગણતરીના કુલ 10 રાઉન્ડ પૂર્ણ થયા હતા. જ્યારે ત્યારે કૉંગ્રેસ ઉમેદવાર જગદીશ મોહનાનીને (Kubernagar Ward Congress candidate Jagdish Mohnani) 16,976 અને ભાજપનાં કાઉન્સિલર ગીતાબા ચાવડાને 17,638 મત મળ્યા હતા. આ સાથે જ ગીતાબા રાઠોડ (BJP councilor Gitaba Rathore) 662 મતથી વિજેતા બન્યાં છે.
આ પણ વાંચો- Navsari Gram Panchayat Election Result 2021: વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળવી પડી
ચૂંટણી અધિકારીનું નિવેદન - આ અંગે ચૂંટણી અધિકારી વી. એમ. ઠક્કરે (Election Officer VM Thakkar) જણાવ્યું હતું કે, 10 રાઉન્ડની મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. જોકે, સંપૂર્ણ ગણતરી બાદ પરિણામમાં કોઈ ફેરફાર નથી થયો. આયોગના નિયમ મુજબ, પ્રથમ 2 ઉમેદવાર અનામતવાળા વિજેતા જાહેર કરાય છે. અનામત ના હોય એવા ઉમેદવાર અંતમાં જાહેર કરાય છે. ત્યારે સામાન્ય બેઠકમાં પુરુષ કે મહિલા, જેના વધારે મત હોય એ વિજેતા હોય છે. તો એક વોર્ડમાં 2 મહિલા અનામત હોવું જરૂરી છે. જ્યારે 2 પુરુષ માટે અનામતની જોગવાઈ નથી.