અમદાવાદઃ અમદાવાદમાં કોરોના પોઝિટીવના નવા 8 દર્દીના નામ જાહેર થયા છે. AMC દ્વારા તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરાયું છે. જો કોઈ નાગરિક દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો તેની જાણ કરવાનું પણ AMCએ જણાવ્યું છે.
તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિત દર્દી અંગે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે નામ જાહેર થયેલા દર્દીઓ સાથે કોઇ પણ દુર્વ્યવ્હાર કરાશે નહીં.