અમદાવાદ: અમદાવાદમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માની ઉપસ્થિતિમાં 3 ઈન્દીરા ગાંધી ICU વાન (3 Indira Gandhi ICU Ambulance launched) અને 3 ઈન્દીરા ગાંધી મોબાઇલ ક્લિનિક એમ્બ્યુલન્સનો પ્રારંભ (3 Indira Gandhi Mobile Clinic Ambulance launched) કરવામાં આવ્યો હતો. આ એમ્બ્યુલન્સ નહીં નફો કે નહી નુકશાનના ધોરણે શરૂ કરવામાં આવશે.
1983મા રાહત સમિતિની રચના કરવામાં આવી
કુદરતી આફતના સમયમાં કોંગ્રેસ દ્વારા પીડિત ભાઈ બહેનોની મદદ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ (Public Trust of Gujarat Relief Committee) હેઠળ 1983માં રચના કરવામાં આવી હતી. જેમાં 1986-87-88માં રાજ્ય વ્યાપી દુષ્કાળ વખતે રાજ્યના પશુધન બચાવવા માટે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ 130 જેટલા કેમ્પ ચલાવવામાં આવ્યા હતા. તેમાં અંદાજે સાવા લાખ અબોલ પશુઓને બચાવવાનું ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા
25 નવી 108 એમ્બ્યુલન્સ સામેલ કરાઈ, રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ કરાઈ
'હેલ્થ કેર યોર ડોર સ્ટેપ'ના વિચાર સાથે સેવા શરૂ
ગુજરાત રાહત સમિતિએ (Gujarat Relief Committee) ફોર્સ મોટર કંપનીની કુલ 6 ICU વાન ખરીદવામાં આવી છે. જે ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામો જઈને લોકોને સેવા પૂરી પાડશે અને સાથે સાથે ICUના દર્દીને જલ્દીથી હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે સેવા પૂરી પાડવામાં આવશે. તેમજ બાકી 3 એમ્બ્યુલન્સને શેરી, મહોલ્લા, અંતરિયાળ ગામોમાં જઈને દર્દીને ઘરે દવા અને સારવાર આપવામાં આવશે. આ સેવા હેલ્થ કેર યોર ડોર સ્ટેપના વિચાર સાથે સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હાલતો નહીં નફો અને નુકશાનના ધોરણે શરૂ કરવામાં આવશે.