- શહેરમાં કોરોનાના ઘટ્યા હોવાનો એક પૂરાવો આવ્યો સામે
- અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન ગાયબ
- હવે હોસ્પિટલની બહાર માત્ર 1 કે 2 જ એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહે છે
અમદાવાદઃ કોરોનાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ 108 એમ્બ્યુલન્સના સાઈરન અવાજ સંભળાતા હતા, પરંતુ છેલ્લા 48 કલાકથી વધુ સમય વિતી ગયો હોવા છતાં સાઈરનના અવાજમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે અમદાવાદ માટે રાહતના સમાચાર છે. અમદાવાદમાં 108 પર આવતા કોલમાં પણ ઘટાડો નોંધાયો છે. મે મહિનાની ઉત્તરોતર 108ના કોલમાં ઘટાડો નોંધાયો છે. 1 મેના રોજ 108 પર 689 જેટલા કોલ આવ્યા હતા, જે ઘટીને 4મેએ 441, અને 5 મેએ 356 જ્યારે 6 મે 318 કોલ આવ્યા હતા.
આ પણ વાંચોઃ મોડાસામાં લોકાર્પણની રહામાં ધૂળ ખાઇ રહી છે એમ્બ્યુલન્સ
સિવિલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈનો ગાયબ
અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી 1,200 બેડની હોસ્પિટલમાં પણ છેલ્લા કેટલાય દિવસો બાદ આજે એટલે કે સોમવારે 108 એમ્બ્યુલન્સની કતારો ગાયબ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક દિવસ એવો હતો કે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની કતાર લાંબી જોવા મળી હતી, પરંતુ આજે એમ્બ્યુલન્સની કતારો ઘટાડો જોવા મળી રહ્યો છે. મહદઅંશે તો ગાયબ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે અહીં એકથી બે એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે તો 1,200 બેડ હોસ્પિટલમાં બેડ પર ખાલી જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા દર્દીઓએ 7થી 8 કલાક વેઈટિંગમાં રહેવું પડતું હતું અને કોઈ દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારબાદ બીજા દર્દીને એડમિટ કરવામાં આવતા હતા.
સિવિલમાં પહેલી વખત 50થી વધુ ઓક્સિજન બેડ ખાલી
અહીં પ્રથમ વખત 50 કરતા વધુ ઓક્સિજન બેડ કેમ્પસ હોસ્પિટલમાં ખાલી જોવા મળી રહ્યા છે. આ તમામ દ્રશ્યો અને જોતા લાગી રહ્યું છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલમાં 2,100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 1,200 બેડ હોસ્પિટલમાં 1,100થી વધુ દર્દીઓ છે. કિડની હોસ્પિટલમાં 150થી વધુ દર્દીઓ છે. મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ છે.. જ્યારે જીસીઆરઆઈ હોસ્પિટલમાં 176 અને યુ. એન. મહેતામાં 336 કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
108 એમ્બ્યુલન્સ અને પાયલોટને બહુ દિવસ પછી રાહત મળી
છેલ્લા 2 દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં 20 ટકાથી પણ વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 108 એમ્બ્યુલન્સ અને પાયલોટને બહુ દિવસ બાદ રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. 108 એમ્બ્યુલન્સના પોઈન્ટ પર આજે એમ્બ્યુલન્સ ઉભી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં રસ્તા ઉપર સતત 108 એમ્બ્યુલન્સ દોડતી જોવા મળતી હતી અને બે દિવસનું વેટિંગ પણ જોવા મળતું હતું, પરંતુ પરિસ્થિતિ ફરી એક વખત થાળે પડતી નજરે પડી રહી છે.