અમદાવાદ : રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના (Teachers protest in Ahmedabad) પ્રશ્ને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે આંબેડકર જયંતી નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલના શિક્ષકોએ સારંગપુર ખાતે આંબેડકરની પ્રતિમા (Ambedkar Jayanti 2022) પાસે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે રોક્યા હતા. શિક્ષકો મુખ્ય ત્રણ માંગને લઈને વિરોધ કર્યો હતો.
જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ - અમદાવાદના સારંગપુર ખાતે આવેલ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈને બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને શિક્ષકોએ વિરોધ કર્યો હતો. શિક્ષકોની માંગ છે કે તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પ્રમાણે પેન્શન આપવામાં આવે. જિલ્લાના શિક્ષકોની જેમ 4200 ગ્રેડ આપવામાં આવે. તેમજ સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. તેને લઈને શિક્ષકો રોડ પર વિરોધ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને રોકી વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા.
આ પણ વાંચો : Protest about Pension Yojana : જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ, પાટણમાં કર્મચારીઓએ રેલી યોજી વિરોધ કર્યો
વિધાનસભા ઘેરાવની ચીમકી - આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, પેન્શન સહિતના લાભ ન મળે તો શિક્ષકોને મુશ્કેલી પડે છે. સમાન કામ છે છતાં શિક્ષકના જીવનમાં ફેરફાર છે. અમારી માગણીને (Demand for Teachers) લઇને અમે રજૂઆત કરીએ છે છતાં માગણીઓ પૂરી (Protest about Pension Yojana) નહીં થાય તો રાજ્યના દોઢ લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરશે.
શિક્ષકો આક્રમક મૂડમાં - વધુમાં કહ્યું કે, શિક્ષક રિટાયર્ડ થઈ જાય અને તેમને સંતાન ન હોય તો તેઓ કઈ રીતે પોતાનું જીવન ગુજારે. ઘડપણમાં શિક્ષકોને પોતાની આજીવિકા માટે આમ તેમ ભટકવુ ન પડે તે માટે જૂની પેન્શન યોજના અમલમાં લાવવા માટે અમારી માંગ છે. ઉલ્લેખીય છે કે, છેલ્લા ઘણા સમયથી સરકાર સામે શિક્ષકોએ મોરચો માંડયો છે. તેમ છતાં સરકાર શિક્ષકોના પ્રશ્નનું નિરાકરણ (New Pension Scheme) લાવી શકતી નથી. ત્યારે આગામી સમયમાં શિક્ષકો આક્રમક મૂડમાં જોવા મળશે. જેમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ શિક્ષકો ચીમકી ઉચ્ચારી છે.