ETV Bharat / city

HCમાં હવે ગુજરાતીને પણ સત્તાવાર ભાષા તરીકે મંજૂરીની માગ સાથે રાજ્યપાલને લખાયો પત્ર

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યા દ્વારા ગુજરાત હાઇકોર્ટની પ્રક્રિયાને અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરો એવી માગ સાથેનો પત્ર રાજ્યપાલને લખવામાં આવ્યો હતો. જેને લઈને ઘણો વિરોધ જોવા મળ્યો હતો. તે બાબતને લઈને આજે મીટીંગ યોજાઈ હતી. Gujarat High Court Advocates Association Procedure of Gujarat High Court

HCમાં હવે ગુજરાતીને પણ સત્તાવાર ભાષા તરીકે મંજૂરીની માગ સાથે રાજ્યપાલને લખાયો પત્ર
HCમાં હવે ગુજરાતીને પણ સત્તાવાર ભાષા તરીકે મંજૂરીની માગ સાથે રાજ્યપાલને લખાયો પત્ર
author img

By

Published : Aug 23, 2022, 7:54 AM IST

અમદાવાદ આજે જે એડવોકેટના એસોસિએશન દ્વારા મિટિંગ (Meeting by the Association of Advocates) યોજવામાં આવી હતી. તેમાં એ વાત સામે આવી હતી કે રાજ્યપાલની જે પત્ર લખવામાં આવ્યો છે. તે એડવોકેટ એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. જેને લઈને સમગ્ર લોકોમાં ભારે વિરોધ જોવા પણ મળ્યો હતો.

આ પણ વાંચો RTE Admission મુદ્દે મહાત્મા ગાંધી સ્કૂલે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં શું કહ્યું જૂઓ

મહત્વનો ઠરાવ પસાર કર્યો જેને પગલે આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગના (Extraordinary General Meeting) અંગે હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનનો એક જ મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. જેમાં પ્રમુખ અસીમ પંડ્યાએ લખેલો પત્ર બિનશરતી રીતે પાછો ખેંચવાનો રહેશે. એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર વિગત ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશન (જીએચએએ)ના પ્રમુખે રાજ્યપાલને પત્ર લખીને માગ કરી કરી હતી કે , હાઈકોર્ટની પ્રક્રિયા ચલાવવા માટે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો પણ સત્તાવાર રીતે સમાવેશ કરો.

શું હતી પત્રમાં રજૂઆત બંધારણના આર્ટિકલ 348 હેઠળ ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા (Official language of Gujarat High Court) અંગ્રેજી છે. જો, કોઈ પાર્ટી ઈન પર્સનને હાઈકોર્ટમાં ગુજરાતીમાં રજૂઆત કરવી હોય તો મંજૂરી મળતી નથી. આ પત્રમાં એ પણ રજૂઆત કરાઈ હતી કે , બંધારણના આર્ટિકલ 348(2) હેઠળ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવેલી હોય તો બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા છે કે, રાજ્યમાં સરકારી કામકાજના હેતુ માટે સત્તાવાર રીતે તેઓ હિન્દી કે અન્ય કોઈપણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં, હાઈકોર્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતી ભાષાને સત્તાવાર મંજૂરી હાઈકોર્ટની કામગીરી માટે અંગ્રેજીની સાથે ગુજરાતીને પણ સત્તાવાર ભાષા તરીકે મંજૂરી આપો. રાજ્યમાં હાલ પણ અનેક લોકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નથી. આ સંજોગોમાં જ્યારે તેમના કેસ હાઈકોર્ટમાં ચાલે ત્યારે કોર્ટમાં શું થયું તેની તેમને કંઈ સમજ પડતી નથી. તેમનો હક છે કે, આ અંગે તેમને જાણ થાય.

આ પણ વાંચો સરકારી અધિકારીઓ દ્વારા કયા આદેશનું પાલન ન થતાં નારાજ થઇ હાઇકોર્ટ

બે વકીલોના જૂથ આ બાબતે મહત્વનું છે કે, આ પત્ર વ્યવહારના બાદ હાઇકોર્ટમાં બે વકીલોના જૂથ પડી ગયા હતા. અમુક વકીલો આ વાતની તરફેણમાં હતા તો અમુક આ વાતનું વિરોધ નોંધાવી રહ્યા હતા. આજે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે એડવોકેટ એસોસિએશનની મીટીંગ બાદ ઠરાવ પસાર કરવામાં આવતા આ પત્રને બિનશરતી રીતે પાછો ખેંચવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.