બનાસકાંઠા: વાવ પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેમને ભાભરમાં ભાજપ કાર્યાલય ખાતે જઈને ગુલાબનું ફૂલ આપીને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો.
ગુલાબસિંહ ભાજપ કાર્યાલય પહોંચ્યા: બનાસકાંઠામાં વાવ પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે. જોકે પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસ આગેવાનો સાથે ભાભરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલયમાં હાજર ભાજપ કાર્યકરોને ગુલાબનું ફૂલ આપીને ગુલાબસિંહે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસ ઉમેદવારે ભાજપ કાર્યકરોને ગુલાબ આપ્યું: કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાભર બજારમાં દરેક લોકોને ગુલાબનું ફૂલ આપીને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ભારે બહુમતીથી જીત અપાવવા માટેની પ્રેમભરી અપીલ કરી હતી. ત્યારે આ દરમિયાન તેઓ ભાજપ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા. જોકે ભાજપ કાર્યાલય ખાતે પહોંચેલા કોંગ્રેસ કાર્યકરો અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ભાજપ કાર્યકરોએ પણ હસતા હસતા ગુલાબનું ફૂલ સ્વીકાર્યું હતું.
પ્રચારના અંતિમ દિવસે ગુલાબસિંહનો અનોખો પ્રચાર: જોકે પ્રચારના અંતિમ દિવસે ગુલાબસિંહ રાજપુત ખુદ ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ગુલાબનું ફૂલ આપીને અનોખો પ્રચાર કર્યો હતો. ત્યારે ખુદ કોંગ્રેસ કાર્યકરો પણ ગુલાબસિંહ રાજપૂતના આ અનોખા અંદાજને જોઈ વિચારમાં પડવા સાથે તેમના અનોખા અંદાજને વધાવી લીધો હતો. બીજી તરફ કોંગ્રેસના પ્રચારનો આ અનોખો અંદાજ વાવ પેટા ચૂંટણીમાં આજના દિવસે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: