ETV Bharat / city

Akshaya Tritiya 2022: આજે અખાત્રિજના દિવસે હશે વણજોયું મુહૂર્ત, ગમે તે સમયે કરી શકશો માંગલિક કાર્યો

આવતીકાલે (મંગળવારે) અખાત્રિજ (Akhatrij Celebration on 3 May) છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ક્યારેય પણ શુભ માંગલિક કાર્યો (Akshaya Tritiya 2022) કરી શકાય છે. હિન્દુ ધર્મ પ્રમાણે આ દિવસને ખૂબ જ મહત્વનો અને લાભદાયી ગણવામાં આવે છે. સોનાની ખરીદી માટે પણ આ દિવસ ઉત્તમ મનાય છે. ત્યારે આવો જાણીએ અખાત્રિજનું અન્ય શું મહત્વ (Importance of Akhatrij) છે.

Akshaya Tritiya 2022
Akshaya Tritiya 2022
author img

By

Published : May 3, 2022, 1:03 AM IST

અમદાવાદઃ આવતીકાલે (મંગળવારે) અખાત્રિજ છે. અખાત્રિજને અક્ષય તૃતિયા તરીકે પણ ઓળખવામાં (Akshaya Tritiya 2022) આવે છે. આ દિવસને ખૂબ જ લાભદાયી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસરે ખેડૂતો પોતાના ખેતીના ઓજારોની વિશેષ પૂજા કરતા હોય છે. સાથે જ માંગલિક કાર્યો માટે સોનાની ખરીદી પણ કરવામાં આવતી હોય છે. આ સિવાય આ દિવસને ભગવાન પરશુરામ જન્મજયંતિ (Birth Anniversary of Lord Parshuram) પણ ઉજવવામાં આવે છે.

અખાત્રિજનો વિશેષ મહિમા

અખાત્રિજનો વિશેષ મહિમા - જેનો ક્ષય ન થાય તેવી તિથિ એટલે અખાત્રિજ. જેને અક્ષય તૃતિયા (Akshaya Tritiya 2022) પણ કહેવામાં આવે છે. આનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોય છે. જ્યારે ચંદ્ર પણ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં હોય છે. આ બંને પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં ખેડૂતોએ અક્ષય તૃતીયાના દિવસે ટ્રેક્ટર અને જમીનની પૂજા કરી ખેતીની શરૂઆત કરી

ધરતીપૂત્રો કરે છે ઓજારોની પૂજા - અખાત્રિજના પાવન દિવસે ભગવાન પરશુરામ જન્મ દિવસ (Birth Anniversary of Lord Parshuram) પણ ઉજવવામાં આવે છે. આપણે ખેડૂતને ધરતીપુત્ર તરીકે પણ ઓળખીએ છીએ. ખેડૂતો આ દિવસે પોતાના ઓજારોની વિશેષ પૂજા કરીને ખેતીની શરૂઆત કરતા હોય છે. આ દિવસે યોગ્ય મુહૂર્તમાં પૂજા કરીને આખા વર્ષ સારી ઉપજ મેળવી શકાય છે.

આ પણ વાંચો- દ્વારકામાં અક્ષય તૃતીયાના રોજ ભગવાનને ગ્રીષ્મકાલિન શૃંગાર કરવામાં આવે છે

અખાત્રિજના દિવસના શુભ મુહૂર્ત - અખાત્રિજનો દિવસ સારો દિવસ ગણવામાં (Akshaya Tritiya 2022) આવી રહ્યો છે, પરંતુ હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્ત જોવામાં આવે છે. અખાત્રિજના આ પાવન દિવસે ખેડૂતે સવારે 9થી 12:30 વાગ્યા સુધી પોતાના ઓજારોને કંકુના ચાંલ્લા, ચોખા, હળદર, અબીલ, ગુલાલ છાંટીને મુહૂર્ત કરવું. સાથે જ શ્રીફળના પાણીનો છંટકાવ કરીને મુહૂર્ત (Importance of Akhatrij) કરી શકે છે. આ મુહૂર્ત કરીને ખેતીની શરૂઆત પૂર્વ દિશામાં મુખ રાખીને આગળ વધવું. થોડાક આગળ જઈને જમણી બાજુ વળવું એટલે કે, અગ્નિ બાજુથી દક્ષિણ દિશા બાજુ વળીને પોતાના કાર્યની શરૂઆત કરવી જે શુભ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.