- આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવની ઉજવણી કરવા રિવરફ્રન્ટ પર કોન્સર્ટ યોજાઈ
- અમદાવાદમાં એરફોર્સનું બેન્ડ પરફોર્મન્સ (Band performance of the Air Force)
- સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈન્ડિયન એરફોર્સે યોજ્યો કાર્યક્રમ
- ઈન્ડિયન એરફોર્સે યોજેલી કોન્સર્ટમાં 25 મ્યુઝિશિયન્સે ભાગ લીધો
અમદાવાદઃ ઈન્ડિયન એર ફોર્સ બેન્ડ (Indian Air Force Band)માં વોરન્ટ ઓફિસર મનોરંજન ઠાકુરના નેતૃત્વમાં 25 મ્યુઝિશિયન સામેલ થયા હતા. આ બેન્ડ વાયુસેના (Air Force)ના યોદ્ધાઓ દ્વારા તેમના પ્રોફેશનમાં સહયોગ, સમન્વય, સિદ્ધાંતો અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
આ પણ વાંચો- આઝાદીનો અમૃત મહોત્સવ: દાંડી ખાતે સત્યાગ્રહને લગતા ફોટોગ્રાફ્સ અને પુસ્તકોના પ્રદર્શનની શરૂઆત
શૌર્ય અને દેશભક્તિના ગીતોથી લોકો મંત્રમુગ્ધ થયા
ઈન્ડિયન એરફોર્સના બેન્ડ (Indian Air Force Band) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને શૌર્ય (Heroism) અને દેશભક્તિના ગીતો (Patriotic songs)થી મંત્રમુગ્ધ કરાયા હતા. કોરોના યોદ્ધાઓનું સન્માન કરાયું હતું.
સ્થાનિક તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો બેન્ડ જોવા આવ્યા
એરફોર્સ બેન્ડ નિહાળવા દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડ વડા મથકના સિનિયર ઓફિસર ઈન્ચાર્જ એર માર્શલ રોહિત મહાજન તેમ જ સ્થાનિક તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી હતી, જેમાં ગુજરાતી અને હિન્દી દેશભક્તિના ગીતો ગૂંજ્યા હતા.