ETV Bharat / city

અમદાવાદના ફ્લાયઓવર બન્યા ગરીબો માટે આશ્રયસ્થાન

author img

By

Published : May 8, 2020, 5:50 PM IST

કોરોના વાઈરસને ગરીબ લોકોની સ્થિતિ કફોડી બની છે. એવામાં અમદાવાદ શેહરમાં ગરીબ લોકોનું ફ્લયાઓવર બ્રિઝ આશ્રયસ્થાન બન્યા છે. હાલ શહેરના મોટા ભાગના બ્રિજ પર ગરીબોએ આશ્રયસ્થાન બનાવ્યું છે. સાથે જ સેવાભાવી લોકો દ્વારા તેમને ભોજન પણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

Etv bharat, ahmedabads flyover
ahmedabads flyover

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દરેક પ્રકારના થઈને કુલ આશરે 70 કરતાં વધુ બ્રિજ આવેલા છે. જેમાં ટ્રાફિકને નિવારવા માટેના ફ્લાયઓવર બ્રિજ વધુ છે. આ બ્રિજ અત્યારે ધોમધખતા તાપમાં ગરીબો માટેના આશ્રયસ્થાન બન્યા છે.

અત્યારે અમદાવાદ શહેર કોરોના વાઈરસથી પીડાઈ રહ્યું છે. તો બીજી તરફ ઉનાળાના કારણે દિવસ દરમિયાન શહેરનું તાપમાન 42થી 44 ડિગ્રી જેટલું ઊંચું રહેતું હોય છે, ત્યારે જે લોકો પાસે ઘર નથી તેવા ઘરવિહોણા લોકો માટે ફ્લાય ઓવર બ્રિજ એક આશ્રયસ્થાન બન્યું છે. શહેરના દરેક ફ્લાયઓવર બ્રિજ નીચે લગભગ 50 જેટલા ગરીબો આશ્રય લેતા જોવા મળે છે.

કોરોના વાઈરસના સંક્રમણ કાળમાં સેવાભાવી લોકો આવીને તેમને જમવાનું પણ આપી જાય છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટાભાગના ફ્લાયઓવર નીચે રેન-બસેરા પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પરપ્રાંતના ગરીબ લોકો અને સાથે સાથે અમદાવાદના ગરીબ લોકોને પણ રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પરંતુ આ ફલાયઓવર નીચે ગંદકી પણ જોવા મળે છે. જે પ્રમાણે હાલ વાઈરસની સ્થિતિ છે તે જોઈને ખાસ આ સમયે કોર્પોરેશને અહીં સાફ સફાઇ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.