ETV Bharat / city

દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે અમદાવાદનો AQI વધીને 228 નોંધાયો - fireworks

દિવાળીમાં ફટાકડા ( Fireworks ) ફોડવાના કારણે પ્રદૂષણની ( Pollution ) માત્રા વધુ જોવા મળતી હોય છે ત્યારે આ વખતે અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. શહેરમાં 169 એર ક્વોલિટી ઇન્ડેક્સ વધ્યો હતો. જો કે 150ની આસપાસ સામાન્ય દિવસોમાં જોવા મળતો હોય છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. જે AQI ગઈકાલે 170થી ઓછો હતો, આજે 228 નોંધાયો હતો.

દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે અમદાવાદનો AQI વધીને 228 નોંધાયો

author img

By

Published : Nov 5, 2021, 2:11 PM IST

  • ગઈ કાલ કરતા આજે 59 AQI વધુ
  • સેટેલાઈટ અને પીરાણામાં 300થી વધુ AQI નોંધાયો
  • ફટાકડા વધુ ફોડવાના કારણે પ્રદૂષણ વધ્યું

અમદાવાદ : ફટાકડા ( Fireworks ) ફોડવાના કારણે દિવાળી અને નવા વર્ષના આ બે દિવસ દરમિયાન પ્રદૂષણ ( Pollution ) વધી જાય છે. જુદા જુદા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો ( AQI ) આંક ઉપર જોવા મળ્યો હતો. આ વખતે છેલ્લા બે વર્ષની સરખામણીએ દિવાળીનો માહોલ પહેલાની જેમ જોવા મળ્યો છે ત્યારે લોકોએ દિવાળીની અગાઉના દિવસથી જ ફટાકડા વધુ ફોડ્યા છે. જેથી પ્રદૂષણ પણ એટલું જ અમદાવાદમાં આ બે દિવસમાં વધ્યું છે.

સેટેલાઈટમાં આજે સૌથી વધુ એર કવોલિટી ઇન્ડેક્સ નોંધાયો

અમદાવાદમાં દિવસ દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ ( AQI )228 આજે નોંધાયો હતો. નવરંગપુરામાં 306 પીરાણામાં 306, રખિયાલમાં 300 રાયખડમાં 208, ચાંદખેડામાં 208 બોપલમાં 225 સેટેલાઈટમાં સૌથી વધુ 311, એરપોર્ટ વિસ્તારમાં 183 ગિફ્ટ સિટીમાં 149 એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો હતો.

ગઈ કાલે 169 AQI અમદાવાદમાં હતો

અમદાવાદમાં ગઈ કાલે દિવસ દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ ( AQI ) 169 નોંધાયો હતો. નવરંગપુરામાં 269, પીરાણામાં 290, રખિયાલમાં 106, રાયખડમાં 190, ચાંદખેડામાં 128, બોપલમાં 128, સેટેલાઈટમાં 262 એરપોર્ટ વિસ્તારમાં 142, ગિફ્ટ સિટીમાં 111 એર કોલ ઇન્ડેક્સ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણ ઈમરજન્સી લેવલે પહોંચ્યું, પ્રદૂષણ સામેની લડાઈ નિષ્ફળ!

આ પણ વાંચોઃ દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે ભારત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ બેકાબૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.