- JEE મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર
- અનંત કિદામ્બિે સમગ્ર દેશમાં મેળવ્યો છઠ્ઠા ક્રમ
- સમગ્ર દેશમાં 6 વિદ્યાર્થીઓનોએ મેળવ્યા 100માંથી 100 ગુણ
અમદાવાદ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 24થી 26 ફ્રેબ્રુઆરી સુધી આ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરના અનંત કિદામ્બિનો ટોપ 6માં સમાવેશ થાયો છે, જ્યારે JEE મેઇન્સ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 6.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ વાંચો વાંચો - CSનું પરિણામ જાહેર, ટોપ 25માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ મેળવ્યું સ્થાન
A ગૃપના 30,000 વિદ્યાર્થીઓએ JEE મેઇન્સ પરીક્ષા આપી હતી
આ પરીક્ષામાં ગુજરાતના A ગૃપના 30,000 જેટલા વિદ્યાર્થીઓએ JEE મેઇન્સ પરીક્ષા આપી હતી, જ્યારે અનંતે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે મેહનત કરી હતી. તેના કરતાં વધારે સારું પરિણામ આવ્યું છે, ત્યારે આગામી સમયમાં JEE એડવાન્સની પરીક્ષામાં પણ ટોપ કરવા મેહનત કરીશ. ત્યારે કોરોના કાળમાં ક્લાસિસ ખાતે આવવા ન મળતા તૈયારી કરવામાં મૂશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ વાંચો વાંચો - JEE ટ્યુશન ક્લાસીસ ચલાવતાં યુવરાજ પોખરનાએ પોતાના જન્મદિવસ પર 2000 કિલો પુસ્તકોનું કર્યુ દાન
જે પરિણામ આવે તે સ્વીકારી લેવું જોઈએ
અનંતે વિદ્યાર્થીઓને અનુલક્ષીને જણાવ્યું હતું કે, જે પરિણામ આવે તે સ્વીકારી લેવું જોઈએ. કોઈ વિદ્યાર્થીએ નિરાશ ન થવું જોઈએ. સારા પરિણામને કારણે કિદામ્બિના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે. કિદામ્બિે આ સફળતાનો શ્રેય તેના માતાપિતાને આપ્યો છે.