- કોરોના મહામારી વચ્ચે નવા વર્ષની ઉજવણી
- ડી.જે. નિહાર દ્વારા થર્ટી ફર્સ્ટની વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન
અમદાવાદ: ડી.જે. નિહાર દ્વારા ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની વર્ચ્યુઅલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં વર્ચ્યુઅલી ભાગ લેવા માટે 50 રૂ.નો ચાર્જ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગિફ્ટસિટીમાં રહેતા લોકો માટે આ પાર્ટીનું આયોજન થશે તો બીજી તરફ પાર્ટીમાં ભાગ લેવા માટે અન્ય જે જગ્યાએ આયોજન કરવામાં આવશે ત્યાં આગળ રાત્રિ રોકાણ કરવું ફરજિયાત બની રહેશે, કારણ કે અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ અમલી છે.
ઘરે બેઠા ડી.જે.ના તાલે ઝૂમી શકશે અમદાવાદીઓ
કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણી ઘરબેઠા થઇ રહી છે ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી પણ ઘરે રહીને ઓનલાઈન કરવી પડશે અને નવા વર્ષને પણ વર્ચ્યુઅલ રીતે જ આવકારવું પડશે. તંત્ર દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટીનું જાહેર આયોજન ન કરવાના નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે. તો બીજી તરફ ઇવેન્ટના કાર્યક્રમ સાથે જોડાયેલા અનેક ધંધાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
ફક્ત રૂપિયા 50 ચૂકવી અને ઘરે બેઠા નવા વર્ષની આવકારવા માટેની પાર્ટી અમદાવાદના ડી.જે. નિહાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ઘરે બેસી અને ડીજેના તાલ સાથે નવા વર્ષને આવકારી શકે છે. બે હજારથી વધુ લોકો આ વર્ચ્યુઅલ પાર્ટીમાં જોડાય તેવી ડી.જે. નિહારે શક્યતાઓ વ્યક્ત કરી છે.