- હોમગાર્ડ ભવનમાં શસ્ત્ર પૂજન
- સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સાથે શાસ્ત્રોક્ત વિધિ કરાઇ
- હોમ ગાર્ડ જવાનો અને અધિકારીઓ પણ જોડાયા
અમદાવાદ : હોમગાર્ડઝના વિશાળ સંકૂલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સંકૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
શસ્ત્ર પૂજાનું આયોજન
અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે આવેલા હોમ ગાર્ડઝના સંકૂલમાં દશેરા નિમિત્તે યોજાયેલા શસ્ત્ર પૂજનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઇફલ, એસ.એલ.આર., જેવા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
સિનિયર અધિકારીઓ જોડાયા
શસ્ત્ર પૂજનમાં હોમગાર્ડઝના સિનિયર અધિકારીઓ પણ જોડાયા હતા. જેમા સ્ટાફ ઓફિસર આર. કે. ભોઇ, કે. આર. અવસ્થી તેમજ ત્રિવેદી અને જવાનોએ શસ્ત્ર પૂજન કરી આરતીમાં ભાગ લીધો હતો.
શસ્ત્ર પૂજાનું મહત્વ
પૌરાણીક માન્યતાઓ અનુસાર દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. શસ્ત્ર પૂજા કરવાની પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. આ દિવસે શસ્ત્રને પૂજા માટે એકત્ર કરવામાં આવે છે અને તેના પર ગંગાજળ છાંટી અને તેની હળદર, કંકુ, ચોખાથી પૂજા કરવામાં આવે છે. શસ્ત્ર પૂજામાં શમીના પાનનો પણ ઉપયોગ થાય છે. દશેરા પર શમીના ઝાડની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે.
શસ્ત્ર પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- શસ્ત્ર પૂજા સમયે બાળકોનું ખાસ ધ્યાન રાખવું
- પૂજામાં રાખેલા હથિયારોથી બાળકોને દૂર રાખવા
- બાળકોને હથિયાર આપવા નહીં
- બાળકોને હથિયાર સાથે રમવા માટે પ્રોત્સાહિત ન કરવા