ETV Bharat / city

Ahmedabad To Kevadia Sea plane: શું અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા ફરી શરૂ થશે?

અમદાવાદથી કેવડીયા સુધીનો સી-પ્લેન (Ahmedabad To Kevadia Sea plane) પ્રોજેક્ટ છેલ્લા 8 મહિનાથી બંધ છે. કોરોનાકાળ (Corona In Gujarat)માં પેસેન્જરો ન મળતા અને સી-પ્લેનનો મેઇન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચ વધુ હોવાથી પ્રાઇવેટ કંપનીને તે પોષાતુ નહોતું તેથી સેવા બંધ કરવામાં આવી છે. જો કે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે તેવું પૂર્ણેશ મોદીએ કહ્યું હતું.

author img

By

Published : Jan 13, 2022, 5:03 PM IST

Updated : Jan 13, 2022, 5:53 PM IST

Ahmedabad To Kevadia Seaplane: શું અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સેવા ભવિષ્યમાં ફરી શરૂ થશે?

જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદથી કેવડીયા સુધીનો સી-પ્લેન (Ahmedabad To Kevadia Seaplane) પ્રોજેક્ટ છેલ્લા 8 મહિનાથી બંધ છે. સી-પ્લેન ઓપરેટ કરતી ખાનગી કંપની સ્પાઇસ જેટે (spicejet seaplane ahmedabad) સેવાઓ બંધ કરતા રાજ્ય સરકારે ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

સ્પાઇસ જેટે સેવાઓ બંધ કરતા રાજ્ય સરકારે ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી.

સી-પ્લેનનો મેઇન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચ વધુ

સી-પ્લેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં શરૂ કરાવ્યો હતો. અમદાવાદથી કેવડીયા સુધી તેમણે મુસાફરી પણ કરી હતી. તહેવારોના સમયમાં આ 19 સીટર સી-પ્લેનને સારો પ્રતિસાદ મળતો હતો, પરંતુ કોરોનાકાળમાં અન્ય દિવસોમાં પેસેન્જર જોવા મળતા નહોતા. વળી માલદીવથી લવાયેલા આ સી-પ્લેનમાં મેઇન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચ (Maintenance and operating costs in seaplane) વધુ હોવાથી પ્રાઇવેટ કંપનીને તે પોષાતું ન હોવાથી આ સેવા બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ 'સી પ્લેન' બાબતે શું નિવેદન આપ્યું જાણો તે અંગે...

રાજ્ય સરકાર ફરી શરૂ કરાવશે સી-પ્લેન

થોડા સમય અગાઉ રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી (State Civil Aviation Minister Purnesh Modi)એ અમદાવાદ શહેર માટે 'જોય રાઈડ' નામથી હેલિકોપ્ટર સેવા (Helicopter Joyride Service Ahmedabad) શરૂ કરી હતી. તે પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સી-પ્લેન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને ગુજસેલ બંનેએ સી-પ્લેન શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat assembly election 2022) પહેલા એટલે કે, 6 મહિનાની અંદર ફરીથી સી-પ્લેન સેવાઓ શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સમક્ષ પ્રધાન પૂર્ણેશ મોદીએ 10 મુદ્દા પર કરી ચર્ચા, રાજ્યમાં શરૂ થશે એર એમ્બુલન્સ સર્વિસ

Last Updated : Jan 13, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.