અમદાવાદ: દેશ મોંઘવારીનો સામનો(Inflation rate India) કરી રહ્યો છે. ગેસોલિન અને ઇંધણ સહિત ઘણી ખાદ્ય ચીજોના ભાવમાં સતત વધારો થયો છે. બીજી તરફ લગ્નની સિઝન હાલ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મીઠાઈમાં વધારા સાથે, કેટલાક છૂટક વેપારીઓ ખરીદીમાં ઘટાડો(Ahmedabad Sweets Market) જોઈ રહ્યા છે. આ તમામ પાછળ ગરમીનો કહેર તેમજ યૂક્રેન રશિયા વચ્ચે યુદ્ધને(Russia Ukraine War effect) લઈને જે અસર જોવા મળી છે. આ વ્યાકુળ સમસ્યા એક વિકટ પરિસ્થિતિમાં પરિણામી છે.
કાચામાલ વધારો થતાં ભાવ વધારો થયો - વેપારી કમલેશે જણાવ્યુ હતું કે રાજ્યમાં સતત મોંઘવારી વધી રહી છે. ત્યારે પેટ્રોલ, ડિઝલના ભાવ વધતા(Petrol Diesel Rate ) ટ્રાન્સપોર્ટના ભાવ(Transportation expenses rise up) અને કાચામાલના ભાવ(Raw material cost hiked up) વધતા મીઠાઈના ભાવમાં 5થી 7 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આમ જો બધી વાસ્તુના ભાવ વધશે તો મીઠાઈ તૈયાર થવા સુધીમાં તેના પરની લાગત સ્વાભાવિકપણે વધશે. આ બાબતને લઈને મોઘવાણીના આ મોજામાં લગ્નપ્રસંગે લોકો માટે એક ચિંતાનો વિષય બનશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: Increase vegetable prices in Junagadh : જૂનાગઢમાં ટમેટાંનો ભાવ કેમ થઇ ગયો બમણો જાણો
આવનારી સિઝનને ધ્યાનમાં રાખી વધારો કરવામાં આવ્યો - વધુમાં જણાવ્યું હતું કે હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આગામી સમયમાં ચોમાસાની સીઝન આવશે જેને ધ્યાનમાં રાખી 5થી 7 ટકા જેટલો વધારો કર્યો છે. આગળના સમયમાં શ્રાવણ માસ અને દિવાળીને ધ્યાનમાં રાખીને મિઠાઈઓના કાચામાલની શું પોઝિશન થશે તેના પર મદાર છે. આવનારી સીઝનમાં લોકોને કેટલો મીઠાઈને લઈને ફાયદો થશે, એ મીઠાઈના કાચામાલ પર નિર્ભર છે.
આ પણ વાંચો: મોંઘવારી મુદ્દે મહિલાનો સ્મૃતિ ઈરાનીને પ્રશ્ન, જવાબ મળ્યો- "વેક્સિનના 1.83 ડોઝ આપ્યા"
શ્રાવણ માસ અને દિવાળી ભાવ હજુ વધવાની શકયતા - હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકો કેરીના રસ રાખતા હોવાથી મીઠાઈ ઓછી રાખે છે. બીજીબાજુ દિવાળી વેકેશન ચાલતું હોવાથી લોકો બહાર ફરવા પણ ગયા હોવાથી બજારમાં મંદી(Market downturn Gujarat) જોવા મળી રહી છે. ત્યારે ગામડામાં હજુ સ્થિતિ સારી જોવા મળી રહી છે.