ETV Bharat / city

અમદાવાદ SVP હોસ્પિટલના કર્મચારીઓ પગાર મુદ્દે નારાજ, વિરોધ કરી હડતાલ પર ઉતર્યા - અમદાવાદ ન્યૂઝ

રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. અમદાવાદને તો ગુજરાતનું વુહાન કહી સંબોધવામાં આવી રહ્યુ છે, કોરોના સંક્રમણ સામે લડતાં સ્વાસ્થય કર્મીઓને કોરોના વોરિયર્સ કહેવામાં આવ્યા છે. ત્યારે શહેરની SVP હોસ્પિટલના સ્વાસ્થય કર્મીઓનો પગાર કપાત કરવામાં આવ્યો છે, તેથી તમામ સ્વાસ્થય કર્મીઓએ નારાજગી બતાવી હડતાળ પર ઉતર્યા છે. આથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

અમદાવાદ SVP હોસ્પિટલના કર્મચારીઓના પગારમાં ફરીથી ઘટાડો કર્યો

author img

By

Published : Jun 11, 2020, 2:13 PM IST

અમદાવાદઃ રાજ્યમાં જીવલેણ વાઈરસનો કહેર યથાવત છે, ત્યારે શહેરમાં આ ઘાતક વાઈરસની અસર વધુ વર્તાઈ છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર પર કાપ મુકવાથી સ્વાસ્થ્ય કર્મીઓ ફરી હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પ્રથમ તબક્કાના કોરોના વોરિયર્સ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહેતા સ્વાસ્થય કર્મીઓના પગારમાં કાપ મૂકવો કેટલો યોગ્ય છે? આવી કપરી પરિસ્થિતિમાં પણ SVP હોસ્પિટલના અનેક સ્વાસ્થય કર્મચારીઓનો પગાર પૂરતો ન ચૂકવાતા તેઓ હોસ્પિટલના કેમ્પસમાં જ હડતાળ પર ઉતર્યા છે.

SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ફરી નારાજ થયો છે. ત્યારે હોસ્પિટલની બહાર 50 થી 60 સ્વાસ્થય કર્મીઓ એકઠા થઇને વિરોધ દર્શાવ્યો હતો. SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવામાં આવશે તેવા વાયદા કરેલા પૂર્ણ ન થતા કર્મચારીઓ નારાજ થયા છે. હજી સુધી 150 જેટલા સ્વાસ્થય કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેવું તેઓેેેેેેેેેેેેેએ જણાવ્યુ હતુ.

અમદાવાદ SVP હોસ્પિટલના કર્મચારીઓ પગાર મુદ્દે નારાજ

નર્સિંગ સ્ટાફને દિવસ દીઠ પગાર સિવાય 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં તેની સંપૂર્ણ ચુકવણી કરી ન હોવાથી કર્મચારીઓએ નારાજગી બતાવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, નર્સિંગના કર્મીઓને 15 થી 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાના શરૂઆતના 15 દિવસ અને મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના નાણાં ચૂકવાયા નથી. તેમજ જે 15 દિવસ લેખે 250 રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમાં પણ કેટલાકને ઓછા અથવા તો કેટલાકને ના મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.

કર્મચારીઓ વિરોધમાં હડતાલ પર ઉતર્યા
કર્મચારીઓ વિરોધમાં હડતાલ પર ઉતર્યા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હળતાલ પર ઉતર્યો હતો. AMCના વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભાજપ શાસકો પર ગંભીર આરોપ મૂક્યા હતા કે, શાસકોના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે પગાર કાપવાની હિંમત કરી છે. તો કોન્ટ્રકટરો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ત્યારે SVP હોસ્પિટલમાં થયેલા હોબાળા બાદ AMC સક્રિય થયું હતું. કોરોના સામે લડવા કાર્યરત સ્ટાફ મામલે નિર્ણય લેવાયો હતો કે, કોઈપણ કોન્ટ્રાકટર AMCની મંજૂરી વગર મેનપાવરમાં ફેરફાર નહિ કરી શકે. મેનપાવર અંગેના નિયમોમાં ફેરફાર કરશે તો કડક પગલાં લેવાની ચીમકી પણ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.