અમદાવાદ ગુજરાત વિધાનસભાના ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) હવે ધીમે ધીમે નજીક આવે છે. ત્યારે વિવિધ આંદોલન કાર્યો પોતાની માગણી સંતોષવા માટે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. CNG ગેસમાં (Rising CNG gas prices ) પણ છેલ્લા એક વર્ષની અંદર 31 રૂપિયા જેટલો વધારો થતા રીક્ષા ચાલકો (Ahmedabad Rickshaw drivers) પણ હોય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા 8 ઓક્ટોબરના રોજ કલેક્ટર ઓફિસમાં (Ahmedabad Collector Office) 72 કલાકનું ભૂખ હડતાલ (Rickshaw drivers go on 72 hours Hunger strike) પર જવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા 1 વર્ષમાં 31 રૂપિયાનો વધારો CNG ગેસમાં વારંવાર વધારો કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષની અંદર 31 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો સખ્ત વિરોધ કરીએ છીએ. અમદાવાદ શહેરના 2 લાખથી વધુ અને ગુજરાતમાં 15 લાખ જેટલા રીક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટર, વાહન વ્યવહાર પ્રધાન (Transport Minister), અને મુખ્ય પ્રધાન સુધી આવેદન આપવામાં આવ્યુ છે. તેમ છતાં નો કોઈ નિર્ણય આવ્યો નથી.
CNG ગેસમાં સબસીડી આપવા માંગ રીક્ષા ચાલક દ્વારા માંગ (Demand by a rickshaw drivers) કરવામાં આવી છે કે રીક્ષા ચાલકોને સબસીડી (Subsidy to rickshaw drivers) આપવામાં આવે અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે. ટેક્સમાં ઘટાડો કરી રીક્ષાચાલકને રાહત આપવામાં આવે તેવી માગણી કરી છે. 8 ઓક્ટોબરના રોજ 72 કલાક માટે ભૂખ હડતાલ પર જવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ 11 તારીખે રવિવારના રોજ સમગ્ર ગુજરાત રિક્ષાચાલક એસોશિયનની એક મહત્વની બેઠક મળશે. ત્યાર પછી સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.