અમદાવાદ : અમદાવાદમાં કોરોના કાળમા બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ રથયાત્રા નિકળવા જઈ રહી છે. જેને લઈને ભકતોમાં ભારે ખુશીની લહેર લાગી છે. લગભગ દેશની બીજા નંબરમી સૌથી મોટી જગન્નાથ રથયાત્રા અમદાવાદ નીકળે છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ વિધિ (Netrotsav Vidhi at Jagannath Temple) અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હજાર રહ્યા હતા.
સવારે વહેલા ભગવાન પહોંચ્યા નિજ મંદિરે - પંદર દિવસ પહેલાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા અને ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને મામાને ઘરે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ભણીયાને ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા. કોરોના બે વર્ષ બાદ ભગવાન મોસાળમાંથી આવ્યા હોવાથી ભગવાનને ભાવતા ભોજન અને જાંબુ,કેરી જેવા ફળ ધરવામાં આવ્યા હતા. જેને લઈને આજે સવારે વહેલા ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત ફર્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2022: રથયાત્રા અંગે CR પાટીલે શું કહ્યું, જાણો
સવારે 8 વાગે શરૂ થઈ નેત્રોત્સવ વિધિ - ભગવાન જગન્નાથ સવારે વહેલા નિજ મંદિર પહોંચ્યા હતા. સવારે 8 વાગે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવની વિધિમાં ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.આ વિધિમાં ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. વિદજી પૂર્ણ થતાં મંદિર પડદા ખુલતા જ ભક્તોએ જગન્નાથ જય ઘોષ કર્યો હતો. નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવી મંદિરના શિખર પર ચઢીને ધ્વજારોહણ કર્યું હતું.
આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ગૃહ રાજ્યપ્રધાને આપી વિશેષ માહિતી
શા માટે આંખે પાટા બાંધવામાં આવે છે. - ભગવાન જગન્નાથ મોસાળમાંથી પરત ફરે છે. ત્યારે ભગવાન જગન્નાથને નેત્રોત્સવ (Jagannath Netrotsav Vidhi) વિધિ કરવામાં આવે છે. કારણે કે ભગવાન જગન્નાથને મામાના ઘરે ખૂબ લાડ લાવવામાં આવે છે. તેમને ભાવતા ભોજન જાંબુ, કેરી જેવા ફાળો પણ ખવડાવવામાં આવે છે. એટલે જ ભગવાન જગન્નાથને આખો આવી હોય છે તે માટે નેત્રોત્સવ વિધિ કરીને આંખે પાટા બાંધવામાં આવે છે. આ પાટા રથયાત્રાના દિવસે સવારે ખીચડીનો પ્રસાદ ધરાવીને પાટા ખોલવામાં આવશે.