ETV Bharat / city

અમદાવાદ રેલવેએ ટિકિટ વગરના 26,962 મુસાફરો પાસેથી દંડ વસુલ્યો, કરી આટલી કમાણી - ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો

દિવાળીના તહેવારો (Diwali Festival)માં રેલવેમાં મુસાફરોનો ભારે ધસારો હતો. તો આ દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા લોકો, અનિયમિત ટિકિટો (Irregular Tickets), દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનધિકૃત વિક્રેતાઓની ભરમાર હતી. આવા લોકોને ટિકિટ ચેકિંગ વિભાગે (Ticket Checking Department) દંડ ફટકાર્યો હતો અને જેમાંથી અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને 1 કરોડ રૂપિયાથી પણ વધારે આવક થઈ હતી.

અમદાવાદ રેલવેએ ટિકિટ વગરના 26,962 મુસાફરો પાસેથી દંડ વસુલ્યો, કરી આટલી કમાણી

author img

By

Published : Nov 8, 2021, 4:23 PM IST

Updated : Nov 9, 2021, 7:45 AM IST

  • દિવાળીના તહેવારોમાં ટિકિટ ચેકિંગ વિભાગને તાબડતોડ કમાણી
  • ટિકિટ વગર, અનિયમિત ટિકિટો, સ્ટેશન પર અનધિકૃત વિક્રેતાઓ સામે સઘન ચેકિંગ
  • 26 હજારથી વધારે મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા પકડાયા

અમદાવાદ: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગ (Ahmedabad Ticket Checking Department)ને અંદાજે રૂપિયા 1 કરોડ 80 લાખની આવક થઈ હતી.

1.80 કરોડની રેલવેને આવક

સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશમાં દિવાળીના તહેવાર (Diwali Festival)ને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને અંદાજે રૂપિયા 1 કરોડ 80 લાખની આવક થઈ હતી, જેમાં ટિકિટ વગર, અનિયમિત ટિકિટો, દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનધિકૃત વિક્રેતાઓ સામે સઘન ટિકિટિંગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ઉત્તર ભારત તરફ જતી તમામ મુખ્ય ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગ

ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વધુ માહિતી આપતા ડિવિઝનલ રેલવે પ્રવક્તા જે.કે.જયંતે જણાવ્યું હતું કે, ખાસ કરીને અમદાવાદ ડિવિઝન સિવાય ઉત્તર ભારત તરફ જતી તમામ મુખ્ય ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપે, ઑક્ટોબર 2021 મહિનામાં, કુલ 26,962 મુસાફરો ટિકિટ વિના અથવા અયોગ્ય ટિકિટ પર મુસાફરી કરતા પકડાયા હતા, તેમની પાસેથી લગભગ 01 કરોડ, 80 લાખ રૂપિયાની આવક થઈ હતી.

વ્યક્તિગત કામગીરી કરાઈ

આ સઘન તપાસમાં ડિવિઝનના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં અમદાવાદ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર નીરજ મહેતા દ્વારા વ્યક્તિગત રીતે ઉત્તમ કામગીરી કરી ઑક્ટોબર 2021માં જેમણે રૂપિયા 15, 62,710/ની રકમ મેળવી હતી અને અન્ય એક ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર સજી ફિલિપ્સ દ્વારા 1,775 પેસેન્જરો પાસેથી કુલ 12, 77,350થી વધુ આવક થઈ હતી.

મુસાફરોએ ઓળખકાર્ડ જોડે રાખવું

માન્ય ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરોને અસુવિધા ટાળવા મુસાફરી દરમિયાન માન્ય ઓળખ કાર્ડ સાથે રાખવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં, મુસાફરોએ હંમેશા કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

ટિકિટ તપાસ અભિયાનમાં અઠવાડિયામાં 81 લાખ રૂપિયાથી વધુની આવક

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવાના ઉદ્દેશ્યથી નિયમીત ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. 01 નવેમ્બર થી 07 નવેમ્બર 2021 સુધી (એક અઠવાડિયા માં) ચલાવવામાં આવેલ આ પ્રકારના ચેકીંગ અભિયાન દ્વારા વગર ટિકિટ/અનિયમિત મુસાફરી ના લગભગ 11, 236 કેસ પ્રાપ્ત થયા છે. જેમાં વગર બુક કરેલ સામાનના કેસ પણ શામેલ છે. આના પરિણામ સ્વરૂપ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન પર 81 લાખ રૂપિયાથી વધુની આવક પ્રાપ્તિ થઇ છે.

આ પણ વાંચો: બે દિવસમાં સાયન્સ સિટીમાં 26,578 લોકોએ મુલાકાત લીધી, સોમવારે ખુલ્લું રહેશે સાયન્સ સિટી

આ પણ વાંચો: દિવાળીના તહેવારને લઈ ST સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ, આ વર્ષે આટલા ટકાનો વધારો

Last Updated : Nov 9, 2021, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.