- દિવાળી જેવા તહેવારોને લઈ પોલીસનો એક્શન પ્લાન
- બજારોમાં પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે
- શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસની સતર્કતા
અમદાવાદ: દિવાળી તેમજ અન્ય બીજા તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. પોલીસ દ્વારા સતર્કતા વાપરવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારની તહેવારોમાં અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિવાળી જેવા તહેવારોમાં બજારોમાં બહુ જ ભીડ જોવા મળતી હોય છે. કેટલીક જગ્યાએ પાકીટ ચોરો ઢોળકી સક્રિય થતી હોય છે અને લોકોના પાકીટ ચોરતા હોય છે. આવી લૂંટ કે ચોરી ન થાય તેમજ કોઈપણ પ્રકારની બજારમાં અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ખાનગી ડ્રેસમાં બજારોમાં પોલીસ તૈનાત રહેશે.
ટ્રાફિક અધિકારીઓને પણ યોગ્ય માર્ગદર્શન સાથે સૂચના અપાઈ
રાત્રી બંદોબસ્તમાં પણ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, દિવાળી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે યોગ્ય પગલા લેવામાં આવે. દિવાળી જેવો મહાપર્વનો ઉત્સવ લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઊજવી શકે તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પોલીસ અધિકારીઓને દિવાળીમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે તે ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે પણ ટ્રાફિક અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને સતર્ક, વિસર્જન માટે નિયમો બનાવ્યા
આ પણ વાંચો: લગ્ન પહેલા માતા બનતા મહિલાએ બાળકને તરછોડ્યું