- યુરિયા ખાતરનો જથ્થો પોલીસે કબ્જે કર્યો, બે આરોપીની ધરપકડ
- દાણીલીમડા પોલીસે 600 થેલી ખાતર કબ્જે કર્યું
- ખાનગી ફેક્ટરીઓમાં ખાતર સપ્લાય કરતા હતા આરોપી
અમદાવાદ: ભાવનગર માર્કેટયાર્ડમાં ચીરીપાલ કંપનીમાંથી ખેડૂતો માટે આવતુ નિમકોટેડ સરકારી અનાજ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેહરના દાણીલિમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતીષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયા (Ahmedabad police seized urea)ને શક્તિ સોલ્ટના નામે વેચાણ કરતા હતા. જે જથ્થો ચીરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં જતો હતો. જેના આધારે પોલીસે બે અલગ-અલગ જગ્યાએ રેડ કરી 650થી વધુ યુરિયાની થેલી કબ્જે કરી કમશી ભરવાડ અને સતીષ ભરવાડ (urea fertilizer supplier in gujarat)ની ધરપકડ કરી છે.
ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ
ખેડૂતોના હક્કનુ નિમકોટેડ યુરિયા ગોડાઉન અને ફેક્ટિરી (urea fertilizer supplied to private factories )માંથી ઝડપાતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના આધારે ભાવનગર માર્કેટ યાર્ડના વિક્રમસિંહ રાણા અને ધોળકાના હરપાલસિંહ પાસેથી આ જથ્થો લાવવામાં આવતો હતો. જે જથ્થો દાણીલિમડાના ગોડાઉનમાં ખાલી કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ હતુ.. જેથી પોલીસે વિસાલ ફેબ્રિક્સ કંપનીમાં ખરીદી કરતા બિનાબેન નામની મહિલા વિરુધ્ધ પણ ગુનો નોંધ્યો છે. જેથી પોલીસે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અન્ય આરોપીના નામ અને યુરિયા ખાતરના કૌભાંડમાં ખુલાસા પણ થઈ શકે
મહત્વનુ છે કે, જે યુરિયા ખાતરની થેલી લેવા માટે ખેડૂતને બાયોમેટ્રીક અને આધાર કાર્ડ આપવુ પડે છે. તે યુરિયા ખાતરનો જથ્થો ફેક્ટરીઓ પાસે કેવી રીતે આવ્યો અને તે પણ બિલ વિના. તે અંગે દાણિલીમડા પોલીસે ગુનો નોંધી કુલ 6 આરોપીની વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપીની પુછપરછમાં અન્ય આરોપીના નામ અને યુરિયા ખાતરના કૌભાંડમાં ખુલાસા પણ થઈ શકે છે.
આ પણ વાંચો: વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપ્યું
આ પણ વાંચો: આણંદઃ ખંભાત શહેરમાં આર.આર.સેલની ટીમે રેડ પાડતા ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું