- અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું
- ઉત્તરાયણ તહેવાર નજીક આવતા અમદાવાદ પોલીસ સર્તક
- દિવાળીના સમયે કોરોના સંક્રમણ વધ્યું હતું
અમદાવાદ: આગામી સમયમાં ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ પર્વ શાંતિ પૂર્ણ રીતે ઉજવાય, તે માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો જાણો શું છે અમદાવાદ પોલીસની જાહેરનામું?
ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
- લાઉડ સ્પીકર જોરથી વગાડવા પર પ્રતિબંધ
- ચાઇનીઝ તુક્કલ, દોરી સહિતની વસ્તુનો ઉપયોગ નહિ કરાય
શું છે અમદાવાદ પોલીસનું જાહેરનામું??
- જાહેર માર્ગ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ
- મોત અવાજમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
- લાગણી દુભાય તેવા ઉશ્કેરણી ભર્યા લાખનો લખવા પર પ્રતિબંધ
- કપાયેલા પતંગ લેવા લંગર બનાવવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
- પતંગ લેવા જાહેર રોડ કે શેરીઓમાં દોડાદોડ કરવા પર પ્રતિબંધ
- જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
- પ્લાસ્ટિક, ચાઇનીઝ દોરીના ખરીદી, વેચાણ કે ઉડાવવા પર પ્રતિબંધ
- ચાઇનીઝ લોંચર, તુક્કલ, બલૂન ઉડાવવા પર પ્રતિબંધ
- કોરોના ની તમામ ગાઈડ લાઇન નું ભંગ કર્યા વિના પાલન કરવું
તમામ બાબતોનું પાલન લોકોને પડશે અને આ બાબતોનું પાલન ન થાય તો, અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરી અટકાયતી પગલાં પણ ભરવામાં આવશે.