ETV Bharat / city

અમદાવાદ: પોલીસ ઈન્સ્પેક્ટરને ફરજ દરમિયાન ખાંસી આવી, સાત દિવસ ઘરે જવાનું ટાળ્યું - અમદાવાદમા લોકડાઉન સમાચાર

કોરોનાનુ સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર વિશ્વ તેના ભરડામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉનનો અમલ કરવામાં પોલીસ તંત્ર 24 કલાક ખડેપગે છે. ત્યારે શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિક્રમ વસાવાને એક દિવસ સામાન્ય ખાંસી આવતા સાત દિવસ પોલીસ સ્ટેશનમાં જ રહ્યા હતા.

ahmedabad-police-inspector-suffered-a-cough-during-duty-refusing-to-go-home-for-seven-days
અમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજ દરમિયાન ખાંસી આવી, સાત દિવસ ઘરે જવાનું ટાળ્યું
author img

By

Published : Apr 18, 2020, 6:16 PM IST

અમદાવાદઃ કોટ વિસ્તારમાં કરફ્યુનો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિક્રમ વસાવા કહે છે કે, દાણીલીમડામાં કેટલાક લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છતાં કેટલીક માન્યતાઓને પગલે આ લોકો ક્વોરન્ટાઈન થવામાં કે સારવાર કરાવવા માટે તૈયાર ન હતા. સ્વાસ્થય કર્મચારીઓની અનેકવાર સમજાવટ છતાં તેઓ હોસ્પિટલમાં જવા પણ તૈયાર ન હતા. કોઈ એક વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ હોય તો કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતાઓ હતી. ત્યારે એક બાજુ બફરઝોનને પગલે લોકોની અવરજવર નિયંત્રિત કરવાની ચિંતા અને એક બાજુ કોરોનાના કેસ ન વધે તેની સામાજિક જવાબદારી પણ હતી. અમુક વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ન કરાવવાની અને સારવાર ન લેવાની માનસિકતા પ્રસરી ગઇ હતી. તો પોલીસ માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ હતી તેવામાં કેટલાય પોલીસ અધિકારીઓએ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.

વધુમાં ઉમેરતા કહે છે કે, મેં પોતે દાણીલીમડામાં જયાં કેસો જણાયા ત્યાં જઇને લોકોને સારવાર માટે દાખલ થવા સમજાવ્યા હતા. ત્યારે ક્યાંક કુરાનની આયાતોની વાત કરી અને ક્યાંક પરિવાર ભાવની વાત કરી, તો કોઈએ એક કેસ પરિવારના અન્ય લોકો માટે પણ જોખમી બની શકે છે એમ પણ કહ્યુ. જો કે, અમને અંતે આ લોકોને હોસ્પિટલમાં દાખલ થવા સમજાવવામાં સફળતા મળી હતી.

AMC અને જીલ્લા પ્રશાસને શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરાવવાની કામગીરી ખૂબ સારી રીતે હાથ ધરી અને કોમ્યુનિટી સંક્રમણને વધતુ અટકાવવામાં સફળતા પણ મેળવી. વસાવા કહે છે કે, આ બધી કામગીરીમાં અચાનક મને એક દિવસ સામાન્ય ખાંસી આવી, જો કે મારી શારીરિક પ્રકૃતિ પણ એવી છે કે સિઝન બદલાય એટલે ખાંસી આવે, તો હું પણ એક પરિવારનો હિસ્સો હોવાથી મને એક ડર બેસી ગયો કે કદાચ મને પણ પોઝિટિવ લક્ષણો છે. છતાં કોઈ પણ બહાના હેઠળ ઘરે રહેવાને બદલે હું સાત દિવસ પોલીસ સ્ટેશનમાં જ રહ્યો હતો. જો કે, પોલીસ સ્ટેશનમાં મેં તમામ સાવચેતીના પગલા લીધા હતા. ત્યાર બાદ મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો.

આ ફક્ત સામે આવેલુ એક ઉદાહરણ છે. પરંતુ શહેરના અનેક પોલીસ અને સરકારી કચેરીઓના કેટલાય કર્મચારીઓ આ મહામારીનો સામનો કરવા અને લોકોને બચાવવા માટે પરિવારની ચિંતા કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.