- અમદાવાદ પોલીસની માસ્કની ઝુંબેશ શરૂ
- ઈટીવી ભારતની ઝુંબેશમાં અમદાવાદ પોલીસ જોડાઈ
- JCP અજય ચૌધરીએ ઈટીવી ભારતના માધ્યમથી કરી અપીલ
- અમદાવાદ પોલીસે #જવાબદારઅમદાવાદીની ઝુંબેશ શરૂ કરી
અમદાવાદઃ માસ્ક અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મનો ઉપયોગ કર્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર #જવાબદારઅમદાવાદી સાથે લોકોએ પોતાનો માસ્ક વાળો ફોટો અપલોડ કરવાનો રહે છે, જેને અમદાવાદ પોલીસ દ્વારા રિપોસ્ટ કરવામાં આવે છે.
ઈટીવી ભારતની ઝુંબેશમાં અમદાવાદ પોલીસ પણ જોડાઈ
ઈટીવી ભારત દ્વારા પણ લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને માસ્ક વિના ફરતા લોકોને સમજણ પણ આપવામાં આપવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ પણ ઈટીવી ભારતની માસ્ક ઝુંબેશમાં જોડાઈ છે અને માસ્ક પહેરો અને કોરોનાથી બચો સૂત્ર આપ્યું છે.
JCP અજય ચૌધરીએ ઈટીવી ભારતના માધ્યમથી કરી અપીલ
અમદાવાદ શહેરના JCP અજય ચૌધરીએ ઈટીવી ભારતના માધ્યમથી માસ્ક પહેરવાનો ડેમો કરી લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. માસ્ક પહેરીશું તો કોરનાથી બચીશું અને આપણે જ કોરોના વોરિયર બનીશું તેવું જણાવ્યું હતું.
માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે, ઈટીવી ભારત પણ લોકોને અપીલ.કરે છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, જેનાથી સંક્રમણ વધે નહિ.