ETV Bharat / city

Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ

યુનેસ્કો (UNESCO)એ ગુજરાતના અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનું (Ahmedabad Heritage City) બિરુદ આપ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC)એક એનજીઓ (NGO) સાથે મળીને શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની પોળોને વિકસાવવાનું કામ કરશે. આ નિર્ણય AMCએ વર્ષ 2016માં લીધો હતો. તો આ માટે ઢાળની પોળના પુનરુત્થાન પ્રોજેક્ટ (Revitalization Project) મારફતે જીવંત વારસાને રહેવા યોગ્ય બનાવવાના પાયલટ પ્રોજેક્ટ (Pilot project) પૂર્ણ કરવામાં આવ્યો છે.

Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ
Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ
author img

By

Published : Nov 19, 2021, 8:59 AM IST

  • ખાનગી સંસ્થાએ અમદાવાદમાં 50 જગ્યા હેરિટેજ સાઇટ વિકસવાનું કર્યું આયોજન
  • ઢાળની પોળમાં આંતરમાળખાકીય સુવિધામાં થશે સુધારો
  • આજથી (19 નવેમ્બર)થી હેરિટેજ વિકની શરૂઆત થશે
  • અમદાવાદ શહેરની 50 હેરિટેજ જગ્યાઓને વિકસાવાશે
  • અત્યારે પ્રાયોગિક ધોરણે ઢાલની પોળના માળખાનો વિકાસ કરાયો

અમદાવાદ: યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અમદાવાદના મધ્ય વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની પોળોને વિકસાવવાનો નિર્ણય વર્ષ 2016માં લીધો હતો, જેના અનુસંધાને અમદાવાદની એક એનજીઓ (NGO) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક સંસ્થા સાથે મળીને ઢાળની પોળમાં પુનરુત્થાન પ્રોજેક્ટ (Revitalization Project) મારફતે જીવંત વારસાને રહેવા યોગ્ય બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ (Pilot project) પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં તમામ આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારો કરાયો છે.

અત્યારે પ્રાયોગિક ધોરણે ઢાલની પોળના માળખાનો વિકાસ કરાયો

આ પણ વાંચો- વિશ્વ હેરિટેજ દિવસ : અમદાવાદની પોળ એટલે નરી અને નક્કર જીવંતતા

કેવા પ્રકારનો સુધારો કરાયો?

આ અંગે અમદાવાદના મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (Ahmedabad Women's Housing Trust) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે વિશેષ એમઓયુ (MoU) કરીને ઢાળની પોળના આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારોવધારો કરીને હેરિટેજ વારસાને જીવંત વારસાને રહેવા યોગ્ય બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આમાં જે ખાડાવાળા રોડ રસ્તા હતા. તે રોડ-રસ્તાઓને પેવર બ્લોક (paver block)થી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે મકાનોની ઉપર અનેક કેબલ અને વાયરો દેખાતા હતા. તે તમામ વાયરો ઉપરાંત ગટર અને પાણીની પાઈપલાઈનો ભૂર્ગભમાં ફરીથી ઈન્સ્ટોલમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે જ ભવિષ્યમાં જો કોઈ નવા પ્રોજેક્ટ આવે અને વાયર લંબાવવા પડે તે માટે પણ ભૂગર્ભમાં જ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની 50 હેરિટેજ જગ્યાઓને વિકસાવાશે

અમદાવાદની 50 જગ્યાએ થશે હેરિટેજ સ્થળના વિકાસ

આ બાબતે મહિલા હાઉસિંગ ટ્રસ્ટના ટ્રસ્ટી લલિતા કૃષ્ણસ્વામીએ (Trustee of Mahila Housing Trust Lalita Krishnaswamy) જણાવ્યું હતું કે, વારસાના મૂલ્ય પ્રત્યે જાગૃતિ, નાણાકીય અને ટેક્નિકલ સંશાધનોના અભાવે હેરિટેજ માળખાઓ અને વિસ્તારોની ઉન્નતિ ચાલુ રહેવા પાછળના પ્રાથમિક પરિબળો હતા. ત્યારની ફોડનો પબ્લિક રિલેમ એમ્પ્લોયમેન્ટ પ્રોજેક્ટ (Public Relay Employment Project) હાથ ધરવામાં આવ્યો હતો, જે એક મોટી પહેલ હતી. આનો ઉદ્દેશ જાહેર સ્થળોની સુધારણા અને પુનઃર્ગઠન તથા પૂરની અંદર આવેલા સામૂદાયિક સ્થળોના ઉત્થાન અને આસપાસની જગ્યાને વધુ રહેવાલાયક બનાવીને પોતાની અંદર રહેવાની સ્થિતિને સુધારવાનો છે.

ઢાળની પોળમાં આંતરમાળખાકીય સુવિધામાં થશે સુધારો

250 મીટરનું કામ 3 વર્ષ ચાલ્યું

આ પ્રોજેક્ટમાં મેસેજ દ્વારા ટેક્નિકલી મદદ કરવામાં આવી હતી. આ ઉપરાંત કઈ રીતનો નકશો તૈયાર કરવો અને કઈ રીતનું કામ કર્યું. તે બાબતે પણ વિશેષ સંશોધન કરવામાં આવ્યું હતું. આ ટેક્નિકલી આયોજન ચેપ્ટરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે લલિતા કૃષ્ણસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, 250 મીટરનું કામ પૂરું કરવામાં ત્રણ વર્ષ જેટલા સમય લાગી ગયો હતો. મહત્ત્વની વાત કરીએ તો, વોર્ડનો વિસ્તાર ખૂબ જ સારો હોય છે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા (Parking Arrangement) કરવી અને ત્યારબાદ જે મકાનો છે ત્યાં રોડ લેવલે આવી ગયા હતા, જેથી વરસાદમાં પાણી ભરાવવાની પણ સમસ્યા થતી હતી. ત્યારે 9થી 10 ઈંચ જેટલો રોડ નીચો કરીને આ તમામ પાયલટ પ્રોજેક્ટ (Pilot project) અત્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન

અમદાવાદમાં 50 સાઇટ નક્કી કરવામાં આવી

મહિલા હાઉસિંગ ટ્રસ્ટના ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક જ પાઈલટ પ્રોજેક્ટ (Pilot project) છે, જે ઢાળની પોળમાં તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં જો વાત કરીએ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે વધુ એમઓયુ (MoU) કરીને સાંકડી શેરી (Narrow street) ખાડિયા, માણેકચોક, કાલુપુર જેવા જૂના અને હેરિટેજમાં સમાવેશ થયેલો હોવાથી તેવા રોડ રસ્તાઓ અને પોળના રોડરસ્તાઓને ફરીથી તૈયાર કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત નવા પાણીની પાઈપલાઈન્સ નાખવા ગટરલાઈનો (Sewer lines) નાખવી આ ઉપરાંત વરસાદી પાણીનો નિકાલ (Rainwater disposal) અને નવી સ્ટ્રિટલાઈટના (The new streetlight) રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.