ETV Bharat / city

અમદાવાદ મનપાએ 46 ખાનગી હોસ્પિટલના MoU કોરોનામાંથી કરાય રદ્દ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વધતા કોરોનાના કેસની વચ્ચે કોર્પોરેશન દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેની સામાન્ય જનતા પર અસર થશે. અગાઉ કોર્પોરેશન દ્વારા કુલ 161 જેટલી ખાનગી હોસ્પિટલ સાથે MoU કરેલા હતા. જેમાંથી 46 હોસ્પિટલના MoU(Memorandum of Understanding) રદ્દ કરી દીધા છે.

અમદાવાદ મનપાએ 46 ખાનગી હોસ્પિટલના MoU કોરોનામાંથી કરાય રદ્દ

author img

By

Published : Mar 19, 2021, 4:50 PM IST

  • કોરોનાના કેસની વચ્ચે જનતાને વધુ એક માર
  • કોરોના કેસમાં વધારો થતાં તંત્ર દ્વારા MoU રદ્દ કરાયા
  • ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર પડશે મોંઘી

અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઊછાળો આવ્યો છે તો બીજી તરફ જનતા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર હવે વધુ મોંઘી બનશે કારણ કે ખાનગી હોસ્પિટલ સાથેના કરેલાં MoU (Memorandum of Understanding) રદ્દ કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ હોવાનું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી હોસ્પિટલને ચૂકવેલા ખર્ચ બદલ સરકાર આક્રોશમાં છે. સરકારે ખાનગી હોસ્પિટલ સાથેના તંત્રએ કરેલા MoU રદ્દ કર્યા છે, કોરોનાની મફત સારવાર મેળવવી હશે તો અમદાવાદની જનતાએ ફરજિયાત સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો

હોસ્પિટલ પોતાની મરજી મુજબના ચાર્જ લોકો પાસેથી વસૂલી સારવાર આપી શકશે

એક સમયે કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે MoU કર્યા હતા. જે હોસ્પિટલોમાં 50 ટકા જેટલા બેડ કોર્પોરેશન ક્વોટામાં રખાયા હતા, જ્યારે બાકીના પચાસ ટકા બેડ ખાનગી રીતે દાખલ કરીને મરજી પ્રમાણે નાણાં હોસ્પિટલ દ્વારા વસૂલાતા હતાં. મનપાએ ખાનગી હોસ્પિટલના કોર્પોરેશન ક્વોટાના બેડ હાલ પૂરતા પરત કર્યા છે જેના લીધે હવે હોસ્પિટલ પોતાની મરજી મુજબના ચાર્જ લોકો પાસેથી વસૂલી સારવાર આપી શકશે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ

66 જેટલી હોસ્પિટલના MoU હજુ પણ યથાવત

મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા શહેરના કુલ 161 જેટલી હોસ્પિટલ સાથે કોરોનાના કેસમાં વધારો થતાં જે તે સમયે કરાર કર્યા હતા, પરંતુ જે રીતે કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો તેને ધ્યાનમાં રાખીને 46 જેટલી હોસ્પિટલના MoU રદ્દ કર્યા હતા અને જ્યારે 66 જેટલી હોસ્પિટલના MoU હજુ પણ યથાવત છે. કોર્પોરેશન દ્વારા હાલ 46 જેટલી હોસ્પિટલના MoU રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે જરૂર પડશે તો ફરીથી તેમની સાથે MoU કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.