ETV Bharat / city

અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 35 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા - અમદાવાદ કોરોના અપડેટ

શહેરમાં કોરોનાની પરિસ્થિતિને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 35 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની યાદીમાં સામેલ કર્યા છે. 14 એપ્રિલ સુધી શહેરમાં કુલ 415 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદીમાં હતા. આમ નવા વિસ્તારો ઉમેરાતા આજ દિન સુધી કુલ 450 વિસ્તાર આ યાદીમાં સામેલ થયા છે.

મનપાએ નવા 35 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટમાં સામેલ કર્યા

author img

By

Published : Apr 15, 2021, 10:57 PM IST

  • મનપાએ નવા 35 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટમાં સામેલ કર્યા
  • સૌથી વધુ વિસ્તારો પૂર્વ ઝોનમાંથી સામેલ કરાયા
  • ચાંદલોડિયાની ઓર્કિડ ગોદરેજમાં 200 લોકોને કન્ટેન્ટમેન્ટ કરવામાં આવ્યા

અમદાવાદ: 15 એપ્રિલે જાહેર કરાયેલી યાદી મુજબ સૌથી વધુ 10 વિસ્તારો પૂર્વ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાત-સાત વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાંચ-પાંચ વિસ્તારોને જ્યારે ઉત્તર ઝોનમાં એક વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ મનપાની અનોખી પહેલ, ગાડીમાં બેઠા બેઠા કરાવો RT-PCR ટેસ્ટ

એક જ વિસ્તારમાં 200 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં સામેલ કર્યા

ગોદરેજ ગાર્ડન સિટીમાં ઓર્કિડ ગોદરેજમાં 200 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે બોડકદેવની ગોયલ ટેરેસમાં 180 લોકોને અને વસ્ત્રાલ શાંતિનિકેતનના A બ્લોકના 115 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ એરિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આમ, એ જ વિસ્તારોમાં પુષ્કળ કેસો નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા

સૌથી વધુ 144 ઘર ઉત્તર પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં સામેલ કરાયા

ઝોન પ્રમાણે કેટલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટની યાદીમાં મૂકાયા તેનો આંકડો જોવા જઈએ તો સૌથી વધુ 144 ઘર ઉત્તર પશ્ચિમ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં કે જ્યાં 10 નવા વિસ્તારોને આ યાદીમાં મૂકવામાં આવ્યા હોય ત્યાં પણ 111 અને કન્ટેન્ટમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં 80, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 95, પશ્ચિમ ઝોનમાં 24 ઘરને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

16 એપ્રિલથી તમામ ઓફિસરોએ આદેશનો પાલન કરવો પડશે

શહેરમાં કોરોનાની પરિસ્થિતિને જોતા અમદાવાદ મહાનગરપાલિકાએ નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે. જેમાં 16 એપ્રિલથી તમામ ઓફિસો અથવા તો વર્કિંગ એરિયા કે જ્યાં લોકો ભેગા મળીને કામગીરી કરી રહ્યા છે ત્યાં માત્ર 50 ટકા સ્ટાફ કાર્યરત રહી શકશે. 16 એપ્રિલથી તમામ ઓફિસરોએ આદેશનો પાલન કરવો પડશે તેમજ અલ્ટરનેટ રીતે સ્ટાફને કામ માટે બોલાવી શકાશે. આ માટે જ્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકા નવો ઓર્ડર પાસ ન કરે ત્યાં સુધી આવી જ રીતે કામગીરી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.