- સરકારી જગ્યામાં બાંધકામ કરેલી જગ્યા ખાલી કરાવાઈ
- ખાનપુર વિસ્તારમાં આવેલા છાપરાં તોડવાની કામગીરી
- 3 વર્ષથી આપવામાં આવી રહી છે નોટિસ
અમદાવાદઃ સરકારી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ખાનપુર વિસ્તારમાં સરકારી જગ્યા પર દબાણ રાખેલા મકાનોને ખાલી કરવા માટેનો 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આજે દબાણ હટાવવા માટે કામગીરી શરૂ કરતાં જ લોકો પોતાના ઘર ન તૂટે તે માટેની વિનંતિ અધિકારીઓને કરતા હતા.
સરકારી કામગીરીમાં અવરોધ થતાં લોકોની ધરપકડ
કોર્પોરેશનની દબાણ દૂર કરવા માટેની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. પરંતુ તંત્રની કામગીરીમાં અવરોધ પેદા કરતા લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
ત્યારે તંત્રને ખ્યાલ ન આવ્યો કે આ જગ્યા સરકારી છે ?
સરકારી પ્લોટમાં છાપરા બાંધીને રહેતાં લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લાં 50 વર્ષથી તેઓ આ જગ્યામાં રહે છે પરંતુ તંત્ર હવે છેક કામગીરી કરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રએ પોતે જ એ વિસ્તારને નામ આપતું બોર્ડ ત્યાં લગાવેલું છે. ત્યારે તંત્રને ખ્યાલ ન આવ્યો કે આ જગ્યા સરકારી છે ?