ETV Bharat / city

Jagannath Jalyatra 2022: ભગવાન જગન્નાથજીની ભારે હર્ષોલ્લાસ સાથે જળયાત્રા સંપન્ન, ભગવાન મોસાળ ગયા - Ahmedabad Rathyatra 2022

અમદાવાદમાં આખરે 2 વર્ષ પછી આજે (મંગળવારે) સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની જળયાત્રા (Jagannath Jalyatra 2022) યોજાઈ હતી. જળયાત્રા નિજ મંદિરે પરત ફરતા મંદિરમાં ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. જોકે, આ જળયાત્રામાં કેવો હતો ભક્તોનો ઉત્સાહ અને કેવી રહી જળયાત્રા તે અંગેની વિગત જોઈએ આ અહેવાલમાં.

Jagannath Jalyatra 2022: જળયાત્રા પછી ભગવાન જગન્નાથની આરતી ઉતારવામાં આવી, હવે ભગવાન જશે મોસાળ

author img

By

Published : Jun 14, 2022, 7:59 AM IST

Updated : Jun 14, 2022, 8:04 PM IST

અમદાવાદઃ શહેરમાં આજે સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા (Jagannath Jalyatra 2022) યોજાઈ હતી. જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તો ઢોલનગારા સાથે પહોંચી ગયા હતા. તો આ જળયાત્રા માટે વિશેષ વ્યવસ્થા (Special arrangement at Jagannath Temple) પણ કરવામાં આવી હતી. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય આ મિની રથયાત્રા યોજાઈ હતી. જળયાત્રા નિજ મંદિરે પરત આવી ત્યારબાદ મંદિરમાં ભગવાનની શોડષોપચાર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાનને ગજવેશનો શણગાર કરાવવામાં આવ્યો હતો, જેને લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

2 વર્ષ પછી યોજાશે રથયાત્રા

રાજકીય અગ્રણીઓ જળયાત્રામાં જોડાયા - આ જળયાત્રા (Jagannath Jalyatra 2022) જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીએ પહોંચી હતી, જ્યાં રાજકીય અગ્રણીઓ દ્વારા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મંદિર પરિસરમાં ત્રણેય રથને શણગારવામાં આવ્યા હતા.

પૂર્વ DyCM આ મહત્વની ક્ષણને મોબાઈલમાં કેદ કરતા ન રોકી શક્યા

જળયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર - જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી 7 જેટલા ગજરાજ પર ભવ્ય જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રામાં (Jagannath Jalyatra 2022) બેન્ડ, અખાડા, નાસિક ઢોલ, ભજન મંડળી સાથે હજારો લોકો જોડાયા હતા, પરંતુ સૌનું આકર્ષણની કેન્દ્ર ભરત ભરેલા વસ્ત્રો આભૂષિત બળદગાડા બન્યા હતા.

ભગવાન જગન્નાથજીની આરતી

ભક્તોએ લીધો ભગવાનની આરતીનો લ્હાવો- જગન્નાથ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કર્યા પછી તેમની આરતી ઉતારવામાં આવી હતી. જોકે, હવે 15 દિવસ સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. મંદિરમાં ભગવાનને વિશેષ ગજવેશથી શણગારવામાં આવ્યા હતા. તો મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લઈ ગજવેશના દર્શન કર્યા હતા. ભગવાન બળભદ્ર અને જગન્નાથજીએ ગણપતિનું રૂપ ધરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં યોજાતી આ જળયાત્રાનો વિશેષ મહિમા હોય છે.

સાબરમતી નદીમાં ગંગાપૂજનમાં રાજ્ય પ્રધાનો અને પૂર્વ પ્રધાનો જોડાયા

આ પણ વાંચો- ભગવાન જગન્નાથની જળયાત્રા : અમદાવાદમાં 145મી રથયાત્રાની જળયાત્રા, શું હશે વ્યવસ્થાઓ જાણો

નીતિન પટેલે કેમેરામાં કેદ કરી મહત્વની ક્ષણ - સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજનમાં (Jagannath Jalyatra 2022) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi), પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ બેઠા હતા. જ્યારે સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નિજ મંદિરે ભગવાનનો જળાભિષેક કરાયો હતો. તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની ક્ષણને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. જોકે, આજે જળયાત્રાના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાં ઉપસ્થિત હતા. જોકે, તેઓ પણ આ મહત્વની ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરતા પોતાની જાતને રોકી શક્યા નહતા.

ભગવાન જગન્નાથજીની જળયાત્રા

જળયાત્રા દરમિયાન બતાવાયા નવા કરતબ - સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. તો આ જળયાત્રા (Jagannath Jalyatra 2022) દરમિયાન અખાડાના કેટલાક કરતબબાજોએ અવનવા કરતબ પણ બતાવ્યા હતા.

કરતબબાજોએ બતાવ્યા કરતબ
કરતબબાજોએ બતાવ્યા કરતબ

ભગવાનને મોકલાશે મોસાળ - મંદિરમાં ભગવાનના જળાભિષેક પછી ભગવાનની ષોડષોપચાર પૂજા કરવામાં આવી હતી. તો આ સમગ્ર જળયાત્રા દરમિયાન (Jagannath Jalyatra 2022) જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સાથે જ ભગવાન જગન્નાથને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તો હવે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગાર્યા પછી તેમને તેમના મોસાળ સરસપુર મોકલવામાં આવશે. અહીં તેઓ 15 દિવસ રોકાશે. ત્યારબાદ 29 જૂને મોસાળમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે. ત્યારપછી અષાઢી સુદ બીજના દિવસે એટલે કે 1 જુલાઈએ ભગવાન જગન્નાથ શહેરની (Ahmedabad Rathyatra 2022) નગરચર્યાએ નીકળશે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપશે.

લોકોએ ભગવાનને વધાવી લીધા - 2 વર્ષ પછી યોજાયેલી જળયાત્રાના (Jagannath Jalyatra 2022) સમગ્ર રૂટ દરમિયાન લોકોએ ફૂલ અને ચોખાથી ભગવાનને વધાવી લીધા હતા. લોકો વહેલી સવારથી જ મંદિરે પહોંચી ગયા હતા. જ્યાં સુધી સમગ્ર પૂજાવિધી પૂર્ણ ન થઈ ત્યાં સુધી લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આખું મંદિર જય જગન્નાથ, જય રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.

જય જગન્નાથભગવાનને કરાયો વિશેષ શણગાર
ભગવાનને કરાયો વિશેષ શણગાર

આ પણ વાંચો- ભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક

2 વર્ષ પછી યોજાઈ જળયાત્રા - આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી જળયાત્રા (Jagannath Jalyatra 2022) યોજાઈ રહી છે. સાથે જ 2 વર્ષ પછી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. ત્યારે જળયાત્રા અને રથયાત્રાને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

જળયાત્રામાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત - કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી યોજાયેલી જળયાત્રામાં (Jagannath Jalyatra 2022) જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, 1008શ્રી માધવાચાર્યજી મહારાજ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહ, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટ આવેલ સોમનાથ ભુદરના કાંઠે પહોંચી હતી.

Last Updated : Jun 14, 2022, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.