ETV Bharat / city

અમદાવાદમાં 300થી વધુ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેમાં 200 જેટલી ભઠ્ઠીઓ મહિલાઓ ચલાવે છે - સ્ટેટ મોનીટરીંગ સેલ

રાજ્યમાં દર વર્ષે દારૂના અનેક કેસો બનતા હોય છે, તેમ છતાં સરકાર એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat) છે. બોટાદ લઠ્ઠાકાંડથી (Botad Latthakand )સરકારના દારૂબંધીનાં બણગાં ફૂંકતી સરકારના ધજાગરા ઉડાવી દીધા છે.ત્યારે ચોંકાવનારી વાત એ પણ છે કે દારુની ભઠ્ઠીઓ ચલાવતી મહિલાઓની (Women running breweries ) સંખ્યા પણ વધી છે.

અમદાવાદમાં 300થી વધુ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેમાં 200 જેટલી ભઠ્ઠીઓ મહિલાઓ ચલાવે છે

author img

By

Published : Jul 26, 2022, 6:32 PM IST

અમદાવાદ - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં 300 કરતાં પણ વધારે દેશી દારૂની ભઠ્ઠીઓ (Ahmedabad has more than 300 breweries) ધમધમે છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જ દારૂ બનાવતી ફેકટરી પોલીસે ઝડપી હતી. જ્યારે અમદાવાદના વટવામાં 5, રામોલમાં 6, ઇસનપુર 3 , મેઘાણીનગર 7, સરદારનગર 200, નારોલ 10 નરોડા 8 તેમજ અન્ય વિસ્તારોમાં પણ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો (Liquor sale in Gujarat ) હોય છે.આમાં મહિલા બુટલેગરોની (Women running breweries ) પણ ધાક જોવા મળે છે.

બુટલેગરોને સપોર્ટ કોણ કરે છે એ એક પ્રશ્ન છે

ચર્યાસ્પદ મુદ્દો - આવા બુટલેગરોને સપોર્ટ કોણ કરે છે એ એક પ્રશ્ન છે. અગાઉ બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસ કર્મીઓ જ આવા બુટલેગરોને આશરો આપતા હોય છે, લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે. બોટાદ લઠ્ઠાકાંડમાં પણ બુટલેગરો સાથે એએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીની સાંઠગાંઠનો ઓડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર

બુટલેગર પકડાય છે પણ 6 મહિનામાં જેલમાંથી છૂટી જાય છે - સામાજિક કાર્યકર્તા રિઝવાન આંબલિયાએ (Social activist Rizwan Ambalia) જણાવ્યું કે અમદાવાદમાં અંદાજે 300 કરતા વધુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે જેમાં 200 જેટલી ભઠ્ઠીઓ મહિલાઓ (Women running breweries ) ચલાવે છે. જેમ સ્ટેટ મોનીટરીંગ સેલની (State Monitoring Cell ) રચના કરવામાં આવી છે તેમ દરેક જિલ્લામાં એક અલગ ટીમની રચના કરવામાં આવે અને દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરે છે. દારૂ અંગે સજા કડક કરવી જોઈએ. હાલમાં તો બુટલેગર પકડાય છે પણ 6 મહિનામાં જેલમાંથી છૂટી જાય છે. એટલે કડક સજા કરવામાં આવે તો કોઈ પણ આવો દારૂનો ધંધો કરતા વિચારે. જ્યારે બુટલેગરને પણ કોઈ પોલિટિકલ અથવા પોલીસ મદદ કરતી હોય તો જ તેઓ આટલી હદે ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોય છે. જ્યારે દારૂના લીધે લોકોને ઘણું નુકસાન પણ થતું હોય છે .અકસ્માતના બનાવો તેમજ નશાના લીધે છેડતી, રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. એટલે સજા કડક કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat) શક્ય બની શકે.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડ મામલે DGPએ કર્યા ચોંકાવનારા ખૂલાસા, દારૂમાં 99 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું

ઉકેલ માગતો કોયડો - આપને જણાવીએ કે અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 60થી વધુ દારૂના કેસો નોંધાયા છે. ત્યારે બુટલેગરો કોના સહકારના આધારે બેફામ બનતા જાય છે એ એક ઉકેલ માગતો કોયડો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.