અમદાવાદઃ 2 મહિના કરતાં વધુ સમય ચાલેલા લોકડાઉન બાદ સરકારે 8 જૂનના રોજ અનલોક-1નો અમલ શરૂ કર્યો છે. જેમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયમોના પાલન સાથે હોટેલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, 2થી 2.5 મહિના કરતાં વધારે સમયથી રેસ્ટોરન્ટનો વ્યવસાય બંધ હોવાને કારણે રેસ્ટોરન્ટના માલિકોને નુકસાન પહોંચ્યું છે. લો ગાર્ડન ખાણીપીણી બજાર પણ માર્ચ મહિનાથી બંધ કરવામાં આવી છે. જેથી હેપ્પી સ્ટ્રીટ માર્કેટ કોરોના વાઇરસના પગલે સૂમસામ જોવા મળી રહ્યું છે.
આ સ્ટ્રીને 8 કરોડનો ખર્ચ કરી હેરિટેજ લૂક આપવામાં આવ્યો હતો. આ સ્ટ્રીટમાં રાત્રીના સમયે લોકોથી ઉભરાતું જોવા મળે છે. અનલોક-1માં સરકારે છૂટછાટ આપવા છતાં હેપ્પી સ્ટ્રીટને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ હેપ્પી સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. આ ઉપરાંત ખુલ્લી વાન હોવાના કારણે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ શક્ય નથી. જેથી સરકારે આ સ્ટ્રીટ ખોલવા માટે પરવાનગી આપી નથી.