ETV Bharat / city

અમદાવાદ GST વિભાગે ઊંઝાના કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ 1ની ધરપકડ કરી - GST department

અમદાવાદ સ્ટેટ GST વિભાગે ઊંઝામાં બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ હતી તે દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવતા પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાંચમાં આરોપીની મહત્વની ભૂમિકા હોય તેમ જણાઈ રહ્યું છે.

અમદાવાદ GST વિભાગ
અમદાવાદ GST વિભાગ
author img

By

Published : Jan 4, 2021, 7:40 PM IST

  • ઊંઝાના કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ 1ની ધરપકડ
  • અમદાવાદ GST વિભાગે કરી વધુ 1 આરોપીની ધરપકડ
  • અગાઉ 4 ઓરોપીની કરવામાં આવી હતી અટકાયત

અમદાવાદ: અમદાવાદ સ્ટેટ GST વિભાગે ઊંઝામાં બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ હતી તે દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવતા પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાંચમાં આરોપીની મહત્વની ભૂમિકા હોય તેમ જણાઈ રહ્યું છે.

કેવી રીતે થતું હતું બોગસ બિલિંગ કૌભાંડ?

આર્થિક નબળા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરી બોગસ પેઢીઓના ઈ-વે બિલ જનરેટ કરી, ભારવા પાત્ર GSTનું ચૂકવણું કરવામાં આવતું નહતું. આ કામ માટે નજીવી આવક ધરાવતા ડ્રાઇવર, ખેતમજૂરો, સફાઈકામદાર, ન્યૂઝ પેપર ડિલિવરી મેન જેવા વ્યક્તિઓને 5 થી 15 હજાર રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી.

અમદાવાદ GST વિભાગે ઊંઝાના કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ 1ની ધરપકડ કરી

કેવી રીતે ઝડપાયો મુખ્ય આરોપી?

નકલી બિલિંગ કૌભાંડ સામે આવતા સ્ટેટ GST દ્વારા ઊંઝા APMCમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 365 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે સંજય પટેલ ઉર્ફે માધા, સુપ્રીમ કુમાર પટેલ, હિરેન પટેલ અને અમિત પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સંજય મફત પટેલ ઉર્ફે શંકરનું પણ નામ સામે આવ્યું હતું. જેથી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સંજય ઉર્ફે શંકરે GSTના મહિલા અધિકારીને ફોનમાં ગાળો આપી

જ્યારે સંજય ઉર્ફે શંકરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના ઘરે GSTની ટીમ પહોંચી ત્યારે તે ઘરે હજાર નહતો. તેનો ફોન તેની પત્ની પર આવ્યો હતો. જેણે ફોન પર GSTના મહિલા અધિકારીએ વાત કરી હતી ત્યારે સંજયે તેમને અપશબ્દો કહ્યા હતા અને ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ અને GST વિભાગે સંયુક્ત ઓપરેશન કરી સંજય ઉર્ફે શંકરને આબુ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

હાલ GST વિભાગે સંજયની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. હવે કેટલા કરોડના કેટલા બિલિંગ કૌભાંડમાં તે સંડોવાયેલો છે અને અન્ય કોણ કોણ સાથે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.