અમદાવાદ અમદાવાદ શહેરએ ગુજરાતનું સૌથી મોટું શહેર ત્યાં દર બે કિલોમીટરના અંતરે ગાર્ડન જોવા મળી આવે છે. ત્યારે ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં દૂધની બનાવટ માટે પ્રખ્યાત અમૂલ આઈસ્ક્રીમને સૌથી વધુ ગાર્ડનની સારસંભાળ કરવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયાને આધારે આપવામાં આવ્યાં છે. જયારે અન્ય ગાર્ડન પણ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યાં છે.
અમદાવાદ શહેરમાં કુલ 283 ગાર્ડન રિક્રિએશન અને હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનના શહેરમાં કુલ 283 ગાર્ડન છે. જેમાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને અમૂલ આઈસ્ક્રીમને 220 ગાર્ડન શીતલ આઈસ્ક્રીમને 4 ગાર્ડન ટોરેન્ટ પાવરને 9 ગાર્ડન જયારે અન્ય ppp ધોરણે 19 ગાર્ડન સોંપવામાં આવ્યાં છે.
આ પણ વાંચો વૃક્ષો વાવો વૃક્ષ બચાવો : AMC એ શહેરને ગ્રીન કવર કરવા લિધો મહત્વપૂર્ણ નિર્ણય
મેન્ટન્સ જવાબદારી જે તે કંપનીની વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા બાદ ગાર્ડનનો થોડોક ભાગ વેચાણ કરવા માટે આપવામાં આવ્યો છે. જેમાં તે પોતાની પ્રોડકટનું વેચાણ કરી શકે છે. આ ઉપરાંત ગાર્ડનમાં તેમની જવાબદારી ગાર્ડનની સાફ સફાઈ કરવી ચોકીદાર રાખવો માળી રાખવો વિવિધ છોડનું જરૂરિયાત મુજબ કટિંગ કરવું તેમજ ગાર્ડનમાં જે પણ ઇલેક્ટ્રિક બિલ આવે તે ભરવાની જવાબદારી જેતે કંપની રહેશે.
આ પણ વાંચો બાંકડા પાછળ 10 ટકા ફાળવવાની છૂટ, છતાં નિયમોના ધજાગરા
ગાર્ડનમાં મ્યુઝિક સિસ્ટમ લાગવાની માગ અમદાવાદ શહેરના ઘણા બધા ગાર્ડનમાં મ્યુઝિક સિસ્ટમ બંધ હાલતમાં છે.જેને ચાલુ કરવા અને જ્યા સિનિયર સીટીઝન નવી મ્યુઝિક સિસ્ટમની માગણી કરે છે. તેમાં પણ નવું મ્યુઝિક સિસ્ટમ લાગવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં અમદાવાદ શહેરના વિવિધ ગાર્ડનમા ટ્રી ગાર્ડ લાગવાની કામગીરી શરૂ કરવામાં આવશે. Ahmedabad 252 Garden run by private company , AMC Recreation and Heritage Committee Decision , Ahmedabad Corporation Tender Process અમદાવાદના ગાર્ડન્સ ખાનગી કંપનીને સોંપાયાં, એએમસી રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટી નિર્ણય