ETV Bharat / city

યુવાઓની રાહબર બનતી અમદાવાદ રોજગાર કચેરી, એક વર્ષમાં 38 હજારથી વધુ યુવાઓને મળી રોજગારી

રાજ્યના આર્થિક પાટનગર સમાન અમદાવાદના ઉદ્યોગોમાં માનવબળની માગ સતત રહે છે. તેવા સમયે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ રોજગાર કચેરી દ્વારા 41થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા યોજી 22,986 યુવાઓને રોજગાર અપાવી સેતુરૂપ ભૂમિકા ભજવી છે. આ ભરતી મેળામાં જિલ્લા કક્ષા, ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા, GIDC કક્ષા, દિવ્યાંગ ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો સમાવેશ થાય છે.

author img

By

Published : Jul 5, 2020, 1:50 AM IST

ahmedabad-employment-office-
યુવાઓની રાહબર બનતી અમદાવાદ રોજગાર કચેરી, એક વર્ષમાં 38 હજારથી વધુ યુવાઓને મળી રોજગારી

યુવાઓની રાહબર બનતી અમદાવાદ રોજગાર કચેરી

  • એક વર્ષમાં 41થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા 38,901 યુવાનોને રોજગારી
  • લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યું થકી 883 યુવાનોને મળી રોજગારી
  • છેલ્લા 3 વર્ષમાં 22 વિદ્યાર્થિઓને વિદેશમાં વર્ક અને સ્ટડી વિઝા મળ્યાં

અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર સમાન અમદાવાદના ઉદ્યોગોમાં માનવબળની માગ સતત રહે છે. તેવા સમયે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ રોજગાર કચેરી દ્વારા 41થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા યોજી 22,986 યુવાઓને રોજગાર અપાવી સેતુરૂપ ભૂમિકા ભજવી છે. આ ભરતી મેળામાં જિલ્લા કક્ષા, ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા, GIDC કક્ષા, દિવ્યાંગ ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો સમાવેશ થાય છે.

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માટે પ્લેસમેન્ટ નિમણુક લક્ષ્યાંક 38,800નો રાખવામાં આવ્યો હતો, જેની સામે 38,901 યુવાનોને રોજગારી અપાવી 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી વચ્ચે રોજગાર કચેરી દ્વારા નવી કાર્યરીતી અપનાવી હતી જેથી રોજગાર પ્રદાનનું કાર્ય અટક્યું નહીં. લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યું થકી 883 યુવાનોને રોજગારી મળી છે. આ યુવાનોએ 9000 થી 16000 સુધીના પગારની નોકરી મેળવી છે. કુલ 5 માર્ગદર્શક વેબીનાર, ઓનલાઇન ઇન્ટર્વ્યુ જેવા વિકલ્પો અપનાવી કોરોનાના સંક્રમણ કાળમાં પણ યુવાનોને રોજગારીના વિવિધ અવસરો ઉપલ્બ્ધ બને તે માટે રોજગાર કચેરીએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

રોજગાર કચેરી દ્વારા યુવાનોને વિદેશમાં અભ્યાસ અને રોજગારના અવસરોથી પણ અવગત કરાવવામાં આવે છે. વિદેશ જવા ઈચ્છુક યુવાનોને અત્રેથી અધિકૃત માહીતી મળી રહે છે. રોજગાર કચેરી અમદાવાદના માર્ગદર્શનથી છેલ્લા 3 વર્ષમાં 22 વિદ્યાર્થિઓ/યુવાઓને વિદેશમાં વર્ક અને સ્ટડી વિઝા મળ્યાં છે. જેમાં યુ.કે, કેનેડા, રશિયા, ઓસ્ટ્રેલીયા, યુ.એ.ઇ અને મલેશિયાનો સમાવેશ થાય છે.

રોજગાર કચેરી દ્વારા જિલ્લાની વિવિધ ITI કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને ટેકનીકલ કોલેજના સતત સંપર્કમાં રહી તેમજ સમયાંતરે યોજાતી બિઝનેસ સમિટ વગેરેમાં સક્રિયપણે સહયોગી બની રોજગારના વધુ ને વધુ અવસરો જિલ્લામાં ઉભા થાય તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવ્યાં છે.

રોજગાર કચેરી થકી તાજેતરમાં જ ખાનગી કંપનીમાં સર્વિસ ઇજનેરની નોકરી મેળવનાર યોગેશ પંચાલે જણાવ્યું કે અમદાવાદ રોજગાર કચેરીના પ્રયાસોથી મને સારી કંપનીમાં નોકરી મળી છે. અહીં કર્મચારીઓને જમવાની સગવડ, પ્રવાસ ભથ્થા સહિતની અન્ય સુવિધાઓ પણ મળી રહે છે. લોકડાઉન દરમિયાન પણ મારી જોબ ચાલુ છે. મદદનીશ રોજગાર નિયામક એસ. આર. વિજયવર્ગીયે જણાવ્યું કે રાજ્યના મહાનગરોમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. કુશળ માનવબળની સતત જરૂર રહે છે, ત્યારે રોજગાર કચેરી ઉદ્યોગો અને રોજગારી મેળવાનારા વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવે છે. લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે કુશળ કારીગરો પણ ગુજરાત છોડી વતન પરત ફર્યા છે ત્યારે ગુજરાતના કૌશલ્યવાન યુવાનો માટે એક ઉજળી તક બની છે. તેમણે વધુમાં કહ્યું કે વિદેશી મુડિરોકાણ, ઉદ્યોગપ્રેરક નીતીઓ જેવા પરિબળોને કારણે ગુજરાત હંમેશા રોજગારીનું કેન્દ્ર બની રહેશે. યુવાનોએ ક્યારેય હતાશ થવું ન જોઇએ ઉલટાનું સતત સ્વ-વિકાસના માર્ગે ચાલતા રહેવું જોઇએ.

રોજગાર કચેરી યુવાનોને નોકરી મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે. અહીં રોજગારવાંછુઓનું નિયમિત કાઉન્સેલીંગ કરવામાં આવે છે. ઓનલાઇન વેબીનાર, ઓનલાઇન રજીસ્ટ્રેશન, ચેટ-બોક્સ વિકલ્પ, હેલ્પ-ડેસ્ક, ટેલીફોન હેલ્પલાઇન, વ્હોટ્સએપ-કોલ, ઇ-મેલ દ્વરા ઇન્ટરવ્યુંનું આયોજન જેવા પગલા થકી અમદાવાદ રોજગાર કચેરી યુવાઓની ખરા અર્થમાં રાહબર બનતી હોય તેવું યુવાનોનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.