અમદાવાદઃ રાજ્યભરમાં 17 અને 18 માર્ચ એમ 2 દિવસ હોળી-ધૂળેટીનો તહેવાર છે. આ દિવસે સમગ્ર રાજ્યમાંથી પગવાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર દર્શનાર્થે (Pilgrims going to Dakor) જાય છે. ત્યારે આ પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું (Notification of Alternative Traffic Arrangements) જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર (Ahmedabad District Magistrate Notification) પાડ્યું છે. આ જાહેરનામું 17 માર્ચે 24 કલાક સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચોઃ Holi 2022: ફાગણી પૂનમ નજીક આવતા અમદાવાદ ડાકોર રોડ પર સેવા કેન્દ્રો ધમધમતા થયાં
જાહેરનામાની વિગતો - આ જિલ્લાના હીરાપુરા ગામમાંથી ખાત્રજ ચોકડી સુધી પસાર થતા રોડ પર યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાંથી પગપાળા જાય છે. આ યાત્રિકો (Pilgrims going to Dakor) અમદાવાદથી જશોદાનગર થઈને હાથીજણ સર્કલ, હીરાપુર ચોકડીથી રાસ્કા પોટા હટ ચેકપોસ્ટ નાકા તરફ આવતા તમામ વાહનો તથા નડીયાદ અને અમદાવાદ તરફથી આવતા તમામ પ્રકારના વાહનો બંને બાજુથી જતા આવતા વાહનો પર, હેરાફેરી પર આ જિલ્લાના વિવેકાનંદનગર હીરાપુર ચોકડી સુધી પ્રતિબંધ કરવા અને ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું (Notification of Alternative Traffic Arrangements) બહાર પાડવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Ahmedabad Kamnath Padyatri Sangh : કામનાથ સંઘ પદયાત્રાને 49 વર્ષ પૂર્ણ, કોરોના પ્રતિબંધો દૂર થતાં ઉત્સાહ
ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા - આ સિવાય ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા (Notification of Alternative Traffic Arrangements) હીરાપુર ચોકડીથી નાંદેજ - બારેજડી તરફ આવતોજતો ટ્રાફિક હીરાપુર ચોકડી થઈ મહેમદાવાદ રોડ પર નહીં જઈ શકે. આ ટ્રાફિક હીરાપુર ચોકડીથી બારેજા થઈ નડીયાદ તરફ જઈ શકશે. અથવા તે વિસ્તારના આંતરિક તાલુકા- જિલ્લાના ગામડાઓના માર્ગનો ઉપયોગ કરી શકશે, પરંતુ અમદાવાદથી મહેમદાવાદ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવી જઈ શકશે નહીં. તે મુજબ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.