- અમદાવાદ શહેર ફરી બન્યું અસુરક્ષિત
- ચાંદખેડામાં જવેલર્સની દુકાનમાં થઈ ચોરી
- તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીનાની ચોરી ફરાર
અમદાવાદઃ ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના ( Ahmedabad Crime News Today ) બની હતી. સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો બધું વેરણછેરણ પડ્યું હતું. જેથી દુકાનમાં તપાસ કરતા દીવાલમાં બાકોરું હતું. જેથી બાજુમાં આવેલા રાજ જ્વેલર્સના માલિકને તેઓએ ફોન કર્યો હતો. ફોન કરતા જ માલિક આવ્યાં અને જોયું તો દીવાલમાં પાડેલા બાકોરામાંથી તસ્કરો આવ્યાં અને ડિસ્પ્લેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરી (Shocking incident at jewelers shop in Chandkheda) ગયાં હતાં. હાલ પૂજાપાની દુકાનમાંથી વીસેક હજાર અને જવેલર્સ શોપમાંથી પચીસેક લાખની ચોરી થઈ હોવાનું મનાઇ રહ્યું છે.
તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા
પોલીસે ( Ahmedabad Police ) બંને જગ્યાઓ પર તપાસ કરી તો સામે આવ્યું કે પહેલા તસ્કરોએ પૂજાપાની દુકાનમાં નાનું બાકોરું પાડ્યું પણ ઇલેક્ટ્રિક બોર્ડ નડતા બીજું બાકોરું પાડ્યું અને ચોરીને ( Ahmedabad Crime News Today ) અંજામ આપ્યો. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા અને તેના લીધે જ હવે પોલીસને ચોર સુધી પહોચવા આકાશ પાતાળ એક કરવું પડશે. તો હાલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ છે. દિવાળીની આસપાસના સમયથી જ જાણે પોલીસની દશા બેઠી છે. એક બાદ એક હત્યા, લૂંટ અને ચોરી જેવા ગંભીર બનાવો બની રહ્યાં છે. ત્યારે 25 લાખથી વધુની ચોરીની (Shocking incident at jewelers shop in Chandkheda) આ ઘટનામાં તસ્કરો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચી શકે છે તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 5 વર્ષથી કરિયાણાની ચોરી કરતો આરોપી પકડાયો
આ પણ વાંચોઃ અમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી