- અમદાવાદમાં ડ્રગ્સ પેડલર બન્યા બેફામ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે MD ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી
- બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈવે પરથી ઝડપી પાડ્યા
અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) બાતમીના આધારે બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈવે પરથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ (Accused) ને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) રૂપિયા 7 લાખની કિંમતના 70 ગ્રામ MD ડ્રગ્સ (Drugs) સાથે બે આરોપીઓ (Accused) ને પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) શાહઆલમના મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે. આરોપીઓ (Accused) ની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મગાવ્યું હતું. યાકુબ પલસારા નામના આરોપી મુંબઈના મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે કાર લઇને અમદાવાદ આવ્યો હતો. જોકે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડિલિવરી દરમિયાન બન્ને આરોપીઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: કરજણ ટોલનાકા પાસેથી NCBએ 3 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું
7 લાખની કિંમતનું 70 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ના PI એચ.એમ.વ્યાસે જણાવ્યું કે, MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ બન્ને આરોપીઓ (Accused) ની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમા મુંબઈના ડિલર મુસ્તાકનુ નામ સામે આવ્યુ છે. જેની શોધખોળ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ની ટીમો મુંબઈમાં તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓ (Accused) એ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી છે તે અંગે પણ તપાસ શરૂ કરવામા આવી છે. મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ અમદાવાદમાં ડ્રગ્સ (Drugs) કોને અને કેવી રીતે વહેંચતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં જ શહેરમાંથી MD ડ્રગ્સ (Drugs) સહિતના 15 થી વધુ ગુના નોંધાયા છે અને સંખ્યાબંધ આરોપી ઝડપાયા છે. તેમ છતાં પેડલર્સ બેફામ ડ્રગ્સ (Drugs) ની હેરાફેરી કરી રહ્યા છે. હવે જોવુ એ રહ્યું કે, ડ્રગ્સના કાળા કારોબારને પોલીસ કેવી રીતે રોકી શકે છે.
આ પણ વાંચો: 197.94 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ઝડપી