- અમદાવાદમાં 3 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા
- માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવશે
- શહેરમાં 15 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન એક્ટીવ
અમદાવાદ :મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે શહેરમાં એકપણ નવો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયો નથી. શહેરમાં 18 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા. 3 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 15 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન એક્ટીવ છે.
ડોર ટુ ડોર સર્વેલન્સ
શહેરના ઘાટલોડિયાની શ્રીકુંજ સોસાયટી પાર્ટ-2, થલતેજની સિલ્વર કાસા સોસાયટીના ડી બ્લોકનો છઠ્ઠો ફ્લોર અને સેટેલાઈટના શ્યામ એલિગન્સ એ બ્લોકના સેકન્ડ ફ્લોરને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વાર ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 569 નવા કેસ નોંધાયા છે. તેમજ 7 દર્દીના મોત થયા છે અને 1880 દર્દી સાજા થયા છે. આમ શહેર અને જિલ્લામાં લગભગ બે મહિના બાદ 600થી ઓછા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
7 દર્દીઓના મૃત્યું
22 મેની સાંજથી 23 મેની સાંજ સુધીમાં શહેરમાં 545 અને જિલ્લામાં 24 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1846 અને જિલ્લામાં 34 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 7 દર્દીના મૃત્યું થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 ,32,465 થયો છે. જ્યારે 2,06,368 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3288 થયો છે.