- સિલ્વર ઓક કૉલેજ સાથે 17.71 લાખની છેતરપિંડી
- ફીના પૈસા જમા ન કરાવી આચારી છેતરપિંડી
- સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
- કૉલેજમાં ફીનું કલેક્શન કરનારે જ કરી છેતરપિંડી
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કૉલેજમાં કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતાં જવલિત મોદીએ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેમની સાથે કૉલેજમાં જીજો જેકોબ કાકાશેરી નામનો યુવક ફી કલેક્શનનું કામ કરે છે જે છેલ્લાં 4 વર્ષથી કૉલેજમાં નોકરી કરતો હતો.
- ઓડિઓ કલીપ સાંભળતાં ગઈ હતી શંકા
જવલિતભાઈ પાસે એક ઓડિઓ કલીપ આવી હતી. જેમાં જીજો જેકોબ વિદ્યાર્થીને ફીના પૈસા ચેકથી ભરીશ તો ડિસ્કાઉન્ટ નહીં મળે માટે રૂબરૂમાં આવીને ભરશે તો ડિસ્કાઉન્ટ મળશે તેવું કહી રહ્યો હતો, પરંતુ હકીકતમાં કૉલેજ તરફથી આ રીતે કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી. જેથી જવલિતભાઈને શંકા ગઈ હતી.
- કોલેજ સાથે વર્ષથી 17.71લાખની છેતરપિંડી થઈ
આ અંગે તપાસ કરતાં ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, ક્લાર્ક જીજો જેકોબ ગત 1 વર્ષથી ફીના પૈસા લઈને લોકોને રિસિપ્ટ તો આપે છે, પરંતુ તે રૂપિયા કૉલેજમાં જમા કરાવતો નથી અને 1 વર્ષ દરમિયાન 17,71,128 રૂપિયાની છેતરપિંડી કરી છે. આ છેતરપિંડી કરીને આરોપી રાજીનામિં ફરાર થઈ ગયો હતો. જેથી કૉલેજ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.