અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સાવચેતીના પગલાં સાથે ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને દરેક વિસ્તારમાં પોલીસકર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
દેશમાં કોરોના વાઇરસના કારણે લોક ડાઉન કરવમાં આવ્યું છે. જેથી કોરોનાથી સાવચેતી રાખી શકાય. જો કે, એમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી માં 122 નોંધાયા છે. જેમાં અમદાવાદમા કોંરોના પોઝિટિવ 53 કેસ સૌથી વધારે નોંધાયા છે. જો કે, પોલીસ હોય કે કોર્પોરેશન દરેક પ્રકારની કામગીરી કરી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમદાવાદમા દરેક વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં આવતા-જતા વાહનો ચાલકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિ કામ વગર બહાર નીકળ્યો હોય તો તેને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો હોય તો તેનું વાહન જપ્ત પણ કરવામાં આવી રહ્યું છે.
જો કે, સતત પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે કામ વગર બહાર ન નીકળવું. ખાસ કરીને અત્યારે કોંરોનાના અમદાવાદમાં એક પછી એક પોઝિટિવ કેસ આવી રહ્યા છે, ત્યારે ઇમરજન્સી વગર બહાર ન નીકળવું, પરંતુ અમુક તત્વો બહાર ફરવા માટે નીકળતા જોવા મળી રહ્યાં છે. જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સતત દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.