ETV Bharat / city

રાજ્યમાં વાહન ચોરી કરતી ટોળકીના 2 આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચી દીધા - શહેર ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે જુગારની કુટેવ માટે વાહન ચોરી કરનારા એક વૃદ્ધ ઝડપી લીધો છે. આ વૃદ્ધ વડોદરામાં ગોડાઉન ભાડે રાખીને વાહનોના સ્પેરપાર્ટ જુદા કરીને વેચતો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ વૃદ્ધ અને તેના સાગરીતની ધરપકડ કરીને વાહન ચોરીના 18 ગુનાનો ભેદ ઉકેલ્યો છે

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
author img

By

Published : Dec 3, 2020, 5:27 AM IST

  • રાજ્યમાં વાહન ચોરી કરતી ટોળકીના બે ઇસમો ઝડપાયા
  • 18થી વધુ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
  • વધુ આરોપીઓની શોધખોળ કરવામાં આવી શરૂ

અમદાવાદ : શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વૃદ્ધ ચોરી કરવામાં માસ્ટરી મેળવી છે. 60 વર્ષના બદરૂદીન ઉર્ફે અનવર સૈયદ મૂળ વડોદરાના સયાજી પાર્ક આજવા રોડનો રહેવાસી છે. આ વૃદ્ધ પોતાના સાગરીત અબ્દુલકાદર દિવાન સાથે ચોરી કરવા અને ચોરીના વાહન વેચવા વડોદરાથી અમદાવાદ આવ્યો હતો. આ બાતમી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળતા પીરાણા નજીક ડમ્પિંગ સ્ટેશન ખાતે વોચ ગોઠવતા આ બન્ને શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ બન્નેની પૂછપરછ કરતા તેમની પાસેથી મળેલું છોટા હાથી વાહન આણંદથી ચોર્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

જુગાર રમવાની કુટેવને કારણે બન્યો ચોર

ક્રાઇમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરીને રૂપિયા 36 લાખના ચોરીના વાહનો સહિત ચોરીના 18 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. બદરૂદીન સૈયદની વાત કરીએ તો, તે ઘડપણમા પણ ચોરી કરવામાં માસ્ટર છે. ગણતરીની સેકન્ડમા વાહનનુ લોક તોડીને ચોરી કરીને છુ થઈ જાય છે. તે મોટા વાહનોને ટાર્ગેટ કરે છે. જુગાર રમવાની કુટેવ તેને ચોર બનાવી દીધો છે. 1985થી તે ચોરીના રવાડે ચડ્યો છે. આ વૃદ્ધે વડોદરામા રૂપિયા 35 હજારનું ભાડું ચુકવી એક ગોડાઉન ભાડે રાખ્યુ છે. ચોરી કરેલા વાહનો ગોડાઉનમા લઈ જતો અને તેના સ્પેરપાર્ટ કાપીને વેચી દેતો હતો. અત્યાર સુધીમા આ બદરૂદીને અસંખ્ય વાહનોની ચોરી કરી. તે ચોરી કરેલું વાહન લઈને જ બીજુ વાહન ચોરી કરવા જતો હતો. આ વૃદ્ધે અબ્દુલકાદરને પણ વાહન ચોરીની તાલીમ આપીને પોતાની ગેંગમા સામેલ કર્યો હતો.

રાજ્યમાં વાહન ચોરી કરતી ટોળકીના 2 આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચી દીધા

ક્યા કરી હતી વાહન ચોરીઓ?

આ વૃદ્ધ વાહન ચોરે ગુજરાતમાં વડોદરા, નડીયાદ, અમદાવાદ, અસલાલી, ધોળકા, અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ વિસ્તારમાંથી વાહન ચોરીને અંજામ આપ્યો. આ અગાઉ નકલી પોલીસ અને જુગારના કેસમા પણ ઝડપાયો હતો. તેનો સાગરીત અબ્દુલકાદર પણ ધોળકા અને કરજણ ખાતેથી વાહન ચોરી કરતા ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચ બન્નેની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.